Friday, April 24, 2015

તારા દર્શનનો અભ્યર્થી

તારા દર્શનનો અભ્યર્થી,  તારી સ્કૂલનો વિદ્યાર્થી,
તારા દિલનો દીવાનો પાગલ હું હતો.
પીવું હતું દર્શન નું અમૃત, ખોવો નો'તો લ્હાવો
ડાન્સ કરવોતો દિલથી મારે, પ્રીત વગાડી  પાવો,
તારી હસ્તીનો મતવાલો આશક હું હતો...તારા દર્શનનો અભ્યર્થી….
ગરબે ઘુમતી જયારે તું,  હું હૈયે ઘણું હરખાતો,
ખાલી તારાં દર્શન ખાતર,  લેતો ઘણો ચકરાવો,
તારા કેશ નગરનો પાગલ હું હતો... ...તારા દર્શનનો અભ્યર્થી….
રુમઝુમ રુમઝુમ પગલી, સાથે મસ્તી ભરી અદાઓ
કમનીય તારી કાયા, ને  રૂપ તણાં લટકાઓ,
તારી હરણી જેવી ચાલનો ચાહક હું હતો..
તારા દિલનો દીવાનો પાગલ હું હતો. ...તારા દર્શનનો અભ્યર્થી….
(પંકજદાંડી)


Thursday, April 23, 2015

jumping mom

One day mummy jumping on the dad
She kicks hard and bumped dad’s head
Grand ma called the police and police said;
No more mummies jumping on the dad.

Next day mummy jumping on the dad
She kicks hard and broke  dad’s nose
Grand ma called the police and police said;
No more mummies jumping on the dad.

Third day mummy jumping on the dad
She fell off and bumped her head
She called the police and police came

Now I found my dad in the jail.

pankajdandi.

કેમ ન સર્જાય આપણી પ્રેમ કહાણી ?

કેમ સર્જાય આપણી પ્રેમ કહાણી ?

તું મને ગમતી નો'તી એવું   નો'તું,
પણ ત્યારે 'આઈ લાવ યુ' કહેવાની મારામાં હિંમત નો'તી.
"તું મારી તાજી યુવાનીનો પ્રથમ પ્યાર છે" એવું સાચું બોલવાની કળા નો'તી.
સંજોગો તો સાનુકુળ હતા પણ આપણી બંનેની ઉમર નડી,
અભિપ્રાય લેવામાં તારી કમર નડી, ઉતાવળ કરવામાં મારી ઉંચાઈ નડી,
મારા પપ્પાનો ડર નડ્યો, તારી મમ્મીની કડકાઈ નડી
ગુરુકુળનું ગ્રાઉન્ડ નડ્યું, આચાર્યનો અભિગમ નડ્યો
અંતે મારા અને તારા 'પાર્ટનર' નડ્યા
મેં મારી પસંદગી શોધી લીધી, તેં તારી પસંદગી શોધી લીધી,
અને રસ્તા જુદા થઇ ગયા
ટ્રેનના પાટાની જેમ સમાંતર થઇ ગયા
અને હજુ સુધી સમાંતર જ રહ્યા
જો તને મારા દિલની વ્યથા સમજાય તો સારું છે
આ કથા લખવાનો પ્રયત્ન વ્યર્થ ન જાય તો સારું છે.
(પંકજદાંડી)


Friday, April 17, 2015

પ્રભુકો ટેક્ષ

પ્રભુકો ટેક્ષ
હમને પ્રભુકો ટેક્ષ કિયા,    ટેક્ષ મેં લીખા……..
રામજી... કાનજી ... સુનીયે મેરી આરઝુ જી ….
મુઝે ચાહિયે દોલત બડી, શહુરત બડી,
ગાડી બડી, બંગલા બડા.
તેરે સામને રખુંગા મેં સો સો દિયા… સો સો દિયા …
સિર્ફ ટેક્ષ નહિ, મોબાઈલકા મેસેજ નહિ,
ઇસ દિલકી યે આરજુ હૈ, ઇસમે હમારી જાન હૈ,
ઐસા ગજબ હો જાયે ના, વાયરસ ઇસે લગ જાયે ના,
હમને બડી તાકીદ કી, ક્લિક કિયા ઇસે જબ સેન્ડ મેં..
પહુંચે યે ટેક્ષ જાને કહાઁ, જાને બને ક્યા દાસ્તાં,
ઉસપે હેકરો કા યે ડર, લગ જાયે ઉનકે હાથ અગર
કિતના બુરા અંજામ હો, હમ મુફ્ત મેં બદનામ હો,
ઐસા ન હો, ઐસા ન હો, અપને પ્રભુસે દિન રાત
માંગતે રહે હમ યે દુઆ
બરસોં બાદ જવાબ મિલા, નહિ યે તો મેસેજ રીટર્ન મિલા,
મેસેજ કે સાથ નોટ મિલા, નોટ મેં થા યે લિખા
ઇસ સીસ્ટીમ મેં નહી, સારે જમાને મેં નહિ,
કોઈ પ્રભુ ઇસ નામ કા, કોઈ જગા ઇસ નામ કી
કોઈ ગીલેકસી ઇસ નામકી....
તબ મુઝે યકીન હુઆ, દિલ મેં સે યે ડર દૂર હુઆ,
પ્રભુકો હમ જાનતે નહીં, ઇસે હમ પહેચાનતે નહીં,
પર વો હમેં જાનતા હૈ, ઔર પહેચાનતા ભી
વો એક સુપર પાવર હૈ, કરતા હંમે કંટ્રોલ હૈ
અબ વો મેરે દિલ મેં હૈ ઔર મેં ઇસકે દિલ મેં સહી.....
ઓ મેરે રામજી, ઓ મેરે કાનજી.
(પંકજદાંડી)


Friday, April 10, 2015

તું શું બનીને આવીશ પ્રભુ?

તું શું બનીને આવીશ પ્રભુ?


હે પ્રભુ તારે સાચેજ ધરતી પર પુનર્જન્મ લેવો છે?
તું શું બનીને આવીશ પ્રભુ?
જો રામ બનીને આવીશ તો તારી જ  જન્મભૂમિનો વિવાદ તને નડશે
જો કાન બનીને આવીશ તો ડિસ્કો વિના રાધા આવશે
પીર-ફકીર  બનીશ તો શિયાનો કે સુન્નીનો તેનો જવાબ આપવો પડશે
ઈશુ બનીશ તો વધસ્તંભ ફરીથી તારીજ રાહ જોશે 
બુદ્ધ, મહાવીર કે નાનક બનીશ તોય કપરી કસોટી લાવશે.
હે પ્રભુ તું સીધોસાદો માણસ બનીને આવજે,
ગાંધી બનીશ તો ગોળીએ દેવાઈશ,
સોક્રેટીસ બનીશ તો ઝેરનો કટોરો લઈશ
મંડેલા બનીશ તો જેલમાં જઈશ,
શું વિચાર્યું પ્રભુ ?????
નથી આવવું ????
સારો વિચાર છે.
પણ પછી તારાસંભવામિ યુગે યુગે…….” નું શું ???

(પંકજદાંડી)