Monday, March 28, 2016

મને એજ નથી સમજાતું


મને એજ નથી સમજાતું,

આટલાં બધાં વર્ષો,

તું શું કામ ચૂપ રહી ?

તું તારી લાગણીઓ

વ્યક્ત કરી શકી હોત મને -મેલ માં

મેસેજ કરી શકી હોત, 'વોટ્સ એપ' પર.

ચેટ કરી શકી  હોત, 'ફેસબુક' પર.

વાત કરી શકી હોત, 'ફેસ ટાઇમ' પર.

એવો એક સબંધ આપણો નથી શું ???

અરે,બીજું કશું નહીં તો,

નુતન વર્ષનો કાર્ડ તો મોકલી શકી હોત !

આથીજ આજની સુંદર સાંજે,

લાઈટ સ્નોફોલની સાક્ષીએ,


તને યાદ કરીને સ્માઈલ કરી લઉં છું.

Thursday, March 24, 2016

કહ ના સકા મૈં પ્યાર હૈ તુમસે

કહ  ના સકા મૈં પ્યાર હૈ તુમસે

કહ  ના સકા મૈં પ્યાર થા  તુમસે
હિંમત મેરી કમ હી થી,
જીત સકતા થા વો બાજી હાર ગયા મૈં
કિસ્મત મેરી ઐસી થી.

તું સમજે, તું જાને
કૈસી યે મજબુરી થી,
પાસ થે એક દુજે કે કિતને 
ફિરભી કિતની દૂરી થી.
દિલમેં થા તુફાન જ્યાદા, 
ઔર હોઠોં પર ખામોશી થી.

હંસ હંસ કે મૈં ભાગતા થા, 
હાલત હી કુછ ઐસી થી,
જીત સકતા થા વો બાજી હાર ગયા મૈં
કિસ્મત મેરી ઐસી થી.

એક તરફ થા પ્યાર કા નાસ્તા, 
એક તરફ થા પઢાઈ કા રાસ્તા.
સોચ રહા થા કિસકો ચુનું,
 દોનો સે ફ્યુચર કા વાસ્તા,
સોચતે સોચતે સુબહ હો ગઈ, 
એક્ઝામ મેરી ખતમ હો ગઈ.

તું મુઝે ન મીલી, મૈં તુઝે ન મિલા,
 હાલત કુછ હમારી ઐસી થી,
જીત સકતા થા વો બાજી હાર ગયા મૈં
કિસ્મત મેરી ઐસી થી.


(પંકજદાંડી)

Tuesday, March 22, 2016

હમારી ન હો સકી કહાની



બસ ફ્રેન્ડશીપ હોને હી વાલી થી
દૂરિયાં ફિર દૂરિયાં હી રહી
હમારી હો સકી કહાની

આસમાં કો જમીં મિલે યે જરૂરી નહિ
ઈશ્ક સચ્ચા વહી જીસકો મિલતી મંજિલે નહીં
સ્કૂલ થી, ક્લાસ થા, તું થી, મૈં થા,
વહીં તો જન્નત થા
નોટ કે કુછ પન્નોપે તુને મેરા નામ લિખા થા,
વહી કામ મૈને મેરી કુછ કિતાબોં મેં કિયા થા
ફિર ભી હમારી હો સકી કહાની...

ખયાલો મેં તેરે મૈં ભટક ગયા
ચલતે ચલતે પતા નહીં તું કહાં ચલી ગઈ
આજ ભી વો સ્કૂલ હૈ,
કુછ બદલા સા મગર વો ક્લાસ ભી હૈ
આજ ભી વહી બેલ બજતી હૈ,
આજ ભી બ્રેક મેં કહાની બનતી હૈ
ફિર ભી હમારી હો સકી કહાની...


(પંકજદાંડી)

Thursday, March 17, 2016

સ્પેશીયલ એટલે રાધા

જો કાના હું ગોપી,
પણ સ્પેશીયલ એટલે રાધા.

તું આંગળી અડાડે તો હું મુરલી બની જાઉં,
ને મુરલી વગાડે તો વૃંદા.

શિયાળામાં સ્વેટર બનું,
ઉનાળામાં બનું એર કંડીશન.

ચોમાસે તું આવે તો,
બનું છત્રી કે રેઈનકોટ.

ગઈકાલે આવ્યો હોતતો,
 કમ્પ્યુટરનું કી બોર્ડ બનત.

પણ આજે આવે તો,

આઈફોન નો ટચસ્ક્રીન બનતાં
જરાય લગાડું વાર.


(પંકજદાંડી)

Monday, March 14, 2016

દેખા આજ રાધા કો તો દિલ ખુશ હુઆ

દેખા આજ રાધા કો તો દિલ ખુશ હુઆ
દેર  તક યમુના મેં દેખતા રહા

એ બંસી હૈ જો આપકે અધરો પે
જલતી હું મૈં યે  સૌતન સે

મેરી રસના કો ભાયી છાછ હૈ તેરી
યે મેરે પ્યારકી હૈ જાદુગરી

તેરી આવાજ હૈ વૃંદાવન મેં
પ્યારકા રંગ હૈ ગોકુલ મૈં

હર રાસ મૈં તેરે ગીત હૈ મિલે હુએ
ક્યા કહું  સખીયા સબ જલે હુએ

મેરા દિલ હૈ તેરે મખ્ખન મેં
આ ખીલા દું મેરે મટકે સે

તેરી તસ્વીર હૈ મેરે દિલ મેં
લે ચલ સેલ્ફી મેરે સેલ મેં

કલ અગર ના સેલ કો ટાવર મિલે
પ્યારકે વાય ફાય હૈ મિલે હુએ


(પંકજદાંડી)

Saturday, March 12, 2016

સો વાતની એક વાત

સો વાતની એક વાત
મારી નાહિંમતની કરું હું વાત.
લખી પ્રેમપત્ર માં  દિલ ની વાત
કરી પ્રણય ની શરૂઆત.

પછી ......???

હિંમત મારી ચાલી નહીં
પત્રની ડીલીવરી કરી નહીં.
કહાણી શરુ થઇ શકી નહીં
તું મારા નસીબમાં હતી નહીં.

પછી ......???

આપણે કોકના શિકાર થયાં,
 આપણા ભાગ્ય ભેળાં થયાં
હવે તો આપણાય પચાસ પ્લસ થયાં,
  ને હજુય ભાગ્યને કોસતાં રહ્યાં

 (પંકજદાંડી)

Saturday, March 5, 2016

આવજો આવજો ભૂલાય ગયું



આવજો આવજો ભૂલાય ગયું 

અને ટાટા બાય બાય બોલાય ગયું  

ફરી મળીશું હવાય ગયું 

ને સી યુ અગેઇન કહેવાય ગયું.


પંદર પૈસાનો પોસ્ટકાર્ડ 

અને પાંચ દિવસની વાર


હવે ભાઈ, મફતમાં  મેસેજ

અને સેકંડમાં સમાચાર.


જમાનો ઝડપી થઇ ગયો

ફૂડ પણ ફાસ્ટ થઇ ગયું ,


બોટલનુંકોક’ ટીનમાં મળતું થઇ ગયું.


ગઈ આકાશવાણી ને ગયું દૂરદર્શન


હવેતો થાય છે ભગવાનના ઓન લાઈન દર્શન.


નમસ્તે ક્યાંક નમી ગયું ને હેલો હાય ગમી ગયું.


કેમ માની લે સંતોષ પંકજ, જે થયું તે સારું થયું ?????


(પંકજદાંડી)