Friday, April 22, 2016

પ્રેમનો સોદો


તું દૂર હતી એવું તો હતું જ નહીં,
આતો મને કશું સુઝતું જ નો'તું

હિંમત ચાલી, ડર ગયો,
હોઠ ખુલ્યા, બોલ ફૂટ્યા

અરે ! દુશ્મનો પણ કોઈ નો'તા,
ને તારો ભાઈ તો મારો મિત્ર હતો.

કોણે કહ્યું લવ નો ધબકાર નો'તો ?
હું તો ગાંડો, ધબકારજ દાબીને બેઠો.

મારાપહેલા  પ્રેમનો સોદો થયોજ  નો'તો
ને કોક બીજું  મને આમજ મળી ગયું.


(પંકજદાંડી)

Monday, April 18, 2016

રાધાના દિલની કિતાબ


કિતાબ રાધાના દિલની કોરી હતી,
'સાઈન' કૃષ્ણે તેમાં કરી હતી.

છાશમાં નીતરી તેની લાગણી હતી,
એ રાધાના દિલની કહાણી હતી.

માખણ ચોરી જેને સતાવી હતી,
અરે એજ એની દીવાની હતી.

આઠ આઠ તેને  પટરાણી હતી.
અને સોળસો કન્યા મુક્ત હતી.

વિરહની વેદના એની ભારે હતી,
તોયે દિલમાં રાધા ‘સંયુક્ત’ હતી.


(પંકજદાંડી)


Friday, April 15, 2016

મિલનમાં મઝા ન હશે

પ્રેમના અંકુર ફૂટ્યા હતા
પાંગરવા પહેલાંજ તૂટ્યા હતા
 આજે જે કંઈ લખું છું તેના ખ્યાલ
વર્ષો પહેલાં આવ્યા હતા

સ્વાગત છે તારું  ‘ફેસબૂકે’ અનેવોટ્સ એપે’,
લાંબાઈ- મેલ’ માં કરું લખાણ ભરપેટે.
તને યાદ કરું ને મોરપંખે ઉડતી ભાળું
સરોવર માં  હંસ સંગે તરતી ભાળું
તારું સ્મરણ તો તારાથીય પ્યારું.

મિલનમાં મઝા હશે
મઝા તો છે તારી યાદ માં
મળ્યા વિનાજ મુલાકાત કરીએ
સોશિયલ મીડિયાના રાજમાં

(પંકજદાંડી)


Monday, April 11, 2016

કૃષ્ણ ને રાધા મળે જ્યાં છાના


મને કૃષ્ણ મળે જ્યાં છાના,
વાતો મોરલીથી કરવાના,
  બોલો છાશથી માનો કે માનો માખણથી

લાગી નજરની બુલેટ, દિલ પર તારી નેમ પ્લેટ,

શાને સ્મિત છુપાવો રાધા  હોઠોમાં.

‘ફિલ શેઇમ’ થઇ ગઈ,’ફિલ બેડ’ થઇ ગઈ,

મેં તો લવ છુપાવ્યો મોબાઈલમાં.

મેસેજ કર્યા મસ્ત મઝાના,

પ્રેમ માં પડી એકબીજાના,

બોલો   છાશથી માનો કે માનો માખણથી

(પંકજદાંડી)



Monday, April 4, 2016

કોકને ફરિયાદ કરું


છેક મોન્ટ્રીઅલથી યાદ કરું છું,
સાચેજ દિલથી ફરિયાદ કરું છું

સી. એન. ટાવર તો એક બહાનું છે
બાકી તારું દર્શન મને વહાલું છે.

તું દૂર છે અને ભલે રહે, એ સારું,
 પણ ફેસબુક પર રોજ યાદ કરું.

અને હા.... એટલી દૂર પણ ન જઈશ

કે હું જ પછી કોકને ફરિયાદ કરું.

Friday, April 1, 2016

જિસ દિલ કો આયા થા ખયાલ તેરા



જિસ દિલ કો આયા થા ખયાલ તેરા,
ઉસ દિલ મેં અભી તું કાયમ હૈ.
બદનામ ના હોને દુંગા તુઝે,
મેરે ગીતો મેં જિન્દા છોડ દિયા.

તું ઔર કી હૈ,  કોઈ ઔર હૈ તેરા,
ફિરભી દિલમે તું કાયમ હૈ.
હમ બનકર ક્યોં ન યાર રહે,
એ સોચકે હમ શરમિંદા હૈ.
તું મેરે ગીત સમજે  ના સમજે,
ફેસબુક પે હમને છોડ દિયા.

હમ પ્યારમેં થે બિલકુલ નયે,
રુક જાના થા હમ ભાગ ગયે.
તું ફૂલ થી ઔર મૈં ભંવરા નયા,
અસલીકો નકલી સમજ બૈઠા.
મૈને ખુદ અપની બસંત કા,
પતઝડ સે રિશ્તા જોડ દિયા.


(પંકજદાંડી)