Saturday, May 6, 2017

હાસ્યના સ્પંદનો


તેં વેરેલા હાસ્યના સ્પંદનો હવે મળ્યા છે,

દિલના ઊંડાણેથી ટહુકા ખર્યા છે.

સેવન્ટીઝ ની યાદો હિલોળે ચડી છે,

વીતેલા પ્રસંગો પાછા ફર્યા છે.

આંખોથી હજુ સ્કૂલ દેખાયા કરે છે

નંબરવાળી આંખ પણ ભૂતકાળ ભાળે છે.

જૂની હાર્ડ ડિસ્કમાં હજુ શોધી રહ્યો છું,

મારા દિલમાં ધકધક કોણ કરે છે  ?

(પંકજદાંડી)


લખતો માણસ થયો છું


તને પામવાની ઝંખના હતી
 એટલે સધ્ધર થયો હતો,

પણ પછી મારી પોતાની 
હારથી જ અધ્ધર થયો હતો.

દોસ્તો પણ ઉભા હતા 
તને પામવાની લાઈનમાં,

એમાં જ ભૂલી ગયો 
સમજાવવાનું તને સાઇનમાં.

પછી તો તું જ ઉડી 
ગઈ કેનેડા વિમાનમાં.

હવે લખતો માણસ 
થયો છું વર્તમાનમાં


(પંકજદાંડી)

મારા ભીતરમાં હતા ભગવાન


આજ સવારે મારા ખોવાયા ભગવાન
ગૂગલમાં શોધ્યા ને યાહૂ માં તપાસ્યા,
ક્યાં ગયા સીતારામ ?
રાધેશ્યામ ડોટ કોમ જઈ ઘણુંય સર્ચ કર્યું
મંદિરમાં જઈ મુરતમાં શોધ્યા, 
પણ ત્યાં ય ન મળ્યા ઘનશ્યામ .
લેપટોપમાં શોધ્યા ને પુસ્તકમાં શોધ્યા,
ગ્રંથ પુરાણ વાંચી વાંચીને હું થાક્યો,
પણ હું ગાંડો જરાય ન સમજ્યો,
મારા ભીતરમાં હતા ભગવાન.
 (પંકજદાંડી)



પ્રીતનો પ્રશ્ન કાનજી


છે પ્રીતનો પ્રશ્ન કાનજી, એક કોલ તો કર.
ભલે રાખ રાણીઓને, પણ મારો ય વિચાર કર.
મારા મોબાઈલને નેટવર્ક મળતું નથી ને,
તારી રાણીઓ લેન્ડ લાઈન બીઝી રાખે છે.   
આ ગોકુળથી ગુજરાતનું અંતર
આપણા પ્રેમમાં પ્રોબલેમ બને છે.
આગ લાગી છે તારી મહોબતની,
ટાઢકનો એક મેસેજ તો મોકલ.

(પંકજદાંડી)

હું ‘શ્રી’ માંથી ‘સ્વ’ થઇ જઈશ


ખબર નથી ક્યારે એ જ અનિશ્ચિત છે,
 હું શ્રી માંથી સ્વ થઇ જઈશ એ નિશ્ચિત છે.
એક દિવસ હું ફોટામાં ફ્રેમ થઇ જઈશ,
દીવાલ ઉપર સુખડના હાર સાથે લટકી જઈશ.
દોસ્તો માટે હું સમાચાર થઇ જઈશ,
પંકજ પણ ગયો એવો મેસેજ થઇ જઈશ.
દુશ્મનો ને પછી મારા પર રહેમ થઇ જશે,
પણ મારા પછી એમના વારાનો વહેમ થઇ જશે.
(પંકજદાંડી)


વ્યસન બધાં છોડી દીધાં


ડ્રિન્ક છોડયુંસ્મોક છોડયું,

નોનવેજ સુદ્ધાં છોડી દીધું

દોસ્ત ! માંદગીના ચક્કરમાં

 વ્યસન બધાં છોડી દીધાં.

દિમાગ ના દરવાજા પર

નામ રામનું લખી દીધું

અરે ! માંદગીએ  ડોરબેલ

 વગાડવાનું છોડી દીધું.

(પંકજ દાંડી)


મારો મોબાઈલ નઈ


નવ્વો ડ્રેસ પહેરીને હું કોલેજ ગઈ,
થોડીવારે જોયું તો મારો મોબાઈલ નઈ,
હું તો મનમાં મૂંઝાણી મારા ભઈ
શું કહેવું ઘરે મમ્મીને જઈ ??
હાય હાય મારો મોબાઈલ નઈ !!
હાંફળી ફાંફળી હું પ્રિન્સિપાલ કને ગઈ
કહ્યું સાહેબ મારો મોબાઈલ નઈ.
લીધો મારો નંબર ને કરી એક રિંગ,
મમ્મી મારી બોલી, લાવજે સરગવાની શીંગ.
હાય હાય જડયો મારો મોબાઈલ ભઈ,
હું તો ગઈ'તી ભૂલી બાથરૂમની મઇ.
(પંકજદાંડી)

(નઈ = નહીં)

મારી મુસીબતના દિવસો


રહ્યા છે મને મારી મુસીબતના દિવસો યાદ,
દુશ્મનો તો ઠીક છે, મિત્રોએ પણ ન દીધી દાદ.
હસું છું અને હસતો રહીશ, કન્ટિન્યુ મૃત્યુ બાદ,
જયાં જઈ રડું એવી કોઈ જગ્યા આવતી નથી યાદ.
દોસ્તો, મને રહેવા દો, છો તમે લિસ્ટમાંથી બાદ,
તમારાથી પણ વધુ મને રામ અને કૃષ્ણ આવે યાદ.
સાચું કહે છે પંકજ, કરી નથી કોઈનેય એ કે ફરિયાદ,
ભોગવું છું હું મારા જ ગુનાની સજા, વિના પાડયે રાડ .

(પંકજદાંડી)

મને ફેસબુકે મળ્યા છે શ્યામ


મને ફેસબુકે મળ્યા છે શ્યામ, કોણ માનશે ?
મને એક ક્લિકે મળ્યા છે શ્યામ, કોણ માનશે ?
મારી નાનકડી પોષ્ટને લાઈક કરી
બે શબ્દોની એમાં કોમેન્ટ કરી,
મારી પોષ્ટને એણે શેર કરી, કોણ માનશે ?
મારા હૃદયામાં વૃંદાવન વસી ગયું,
મારુ મુખડું  ખુશીથી મલકી ગયું,
મારે હૈયે વસી ગયા શ્યામ, કોણ માનશે ?
(પંકજદાંડી)


ધીરે ધીરે....


નવસારીના રાજમાર્ગ પર 
ચાલી રહ્યો છે કોઈ ધીરે ધીરે....
કાને સેલફોન રાખી 
બોલી રહ્યો છે કોઈ ધીરે ધીરે...
ખમણ, ફાફડા, જલેબી ને લોચો 
ખાઈ રહ્યો છે કોઈ ધીરે ધીરે....
દારૂ, સિગારેટ, પાન અને માવો 
માણી રહ્યો છે કોઈ ધીરે ધીરે....
નજીક જઈને મેં પૂછ્યું 
'કોણ છો ભાઈ ?' ધીરે ધીરે....
'ભારતનું વર્તમાન' જવાબ આપી 
જતો રહ્યો ધીરે ધીરે....

(પંકજદાંડી)

તું અલગ છે બધાથી


તું અલગ છે બધાથી 
તેથીજ તો તારું ધ્યાન રાખું છું,

તને ગુલાબ ગમશે 
એમ માની ફૂલોનો બુકે રાખું છું.

ખબર નથી શું કરવું મારે,
જીવનની એક્ઝિટ પહેલાં,

તારા હાસ્યની ફુલઝર જોવા 
ગીતો લખ્યે રાખું છું.

તું ગઈ ફેસબુકે 'બાય' કરીને
હજુય મેસેજ ઝબક્યા કરે છે,

તું ફરી જરૂર 'હાય' કરશે 
એ આશે નીરખ્યા કરું છું.


(પંકજદાંડી)

ઘડપણ માં ફરી દોસ્તી કરી


ઉપેક્ષા નથી ક્યારેય પણ તારી કરી છે.
તારી મજબુરીની  ય ઈજ્જત કરી છે.
હતી  સ્કૂલમાં તારી સોબત કરી છે.
હવે ઘડપણ માં ફરી દોસ્તી કરી છે.
છુપાવતો નથી હું મારા પ્રેમને બધાથી,
ગીતોમાં આલેખું છું એને અલગ નશાથી.
મેં તો અનેક ગીતો પોષ્ટ કર્યા છે ફેસબુકમાં
પણ શું કામ તું સઘળાં સેવ કરે છે નોટબુકમાં ?

(પંકજદાંડી)

અજીબ લગતા હૈ


વો મેરી હો સકતી થી યે બતાના અજીબ લગતા હૈ
અબ ઉસકો ફેસબુક ફ્રેન્ડ બનાના અજીબ લગતા હૈ
જો અસલ જિંદગીમે કભી મેરી હો પાયી
અબ ઉસકા ફ્રેન્ડલીસ્ટ મેં આના અજીબ લગતા હૈ
બડી ખુબસુરતી સે ઇન્વિટેશન તો ભેજા હૈ ઉસને
પર ઉસકીએનીવર્સરીમેં જાના અજીબ લગતા હૈ
હો સકતા થા જો હાથ હંમેશા મેરે હાથોમેં
અબ ઉસસે હેન્ડશેક કરના અજીબ લગતા હૈ
(પંકજદાંડી)