Saturday, December 16, 2017

પંકમાં પંકજ

પંકમાં પંકજ, સરમાં સરોજ અને રાનમાં રાજીવ થવાનું ગમે.
ક્યારેક હંસ, બતક અને શાહમૃગ થઇ તરવાનું ગમે.
સુર્યકાંતની ઉષા અને ચંદ્રકાંતની જ્યોત્સના ગમે.
ક્યારેક અમાસની રજનીમાં દીપકનો પ્રકાશ પણ ગમે.
મને પોતાને હસવાનું અને તને હસાવતા રહેવાનું ગમે.
પણ
તું વાંચીનેય મારી કવિતા લાઈક ન કરે તે તો ન જ ગમે.
અને છેક…….
મોન્ટ્રિઅલ આવે ને મને દર્શન ન આપે તે કેમ ચાલે ?
(પંકજદાંડી)


રિટર્ન થઇ ગયો

રિટર્ન થઇ ગયો
ઈન્ડિયાથી રિટર્ન થઇ ગયો,
બા ને મળીને ધન્ય થઇ ગયો.
રંજનને જોઈ પછી જ્યોતિને જડી ગયો,
કૃષિમિત્રો મળ્યા પણ નલિન રહી ગયો.
ઈલેક્શન અને 'ઓખી' ના ચક્કરમાં ચડી ગયો,
ભાજપ અને કોંગ્રેસમાં વિભાજીત થઇ ગયો.
કોઈ કહે છે વિકાસ ગાંડો થઇ ગયો,
અરે ! મારા સ્વપ્નના ગુજરાતને વાંધો થઇ ગયો. 

(પંકજદાંડી)

november 2017

તો પ્રોબલેમ
ભૂલથી ય તારું નામ બોલાય જાય તો પ્રોબ્લેમ વધે,
પણ વાત મનમાં જ રહી જાય તો પ્રેશર વધે.
પંકજ તારું નામ લઇ કી બોર્ડ પર રોજ રમે,
પણ ગીતોમાં તારું નામ લખાય જાય તો પ્રોબ્લેમ વધે.
કેનેડાની કુંજ ગલીમાં સી સી ટી વી ના પહેરા બધે,
હિંમત કરું છું પોષ્ટ કરવાની, જોઈએ પ્રોબ્લેમ વધે કે ઘટે !

 (પંકજદાંડી)
.....

એટલી તું દૂર છે

ઝટ પહોંચી ન શકું એટલી તું દૂર છે,
જાણું છું મોન્ટ્રિઅલ આવવા તું ય આતુર છે.
એક એક કવિતા આપોઆપ રચાય છે,
જયારે દિલમાં તારી યાદ ઉભરાય છે.
ટોરોન્ટો અને મોન્ટ્રિઅલ કેનેડામાં જ છે.
તો યે ઈંગ્લીશ અને ફ્રેન્ચ નો પ્રોબલેમ છે.
ભલે પાંચસો માઈલ દૂરનો આપણો વાસ છે,
પણ ફેસબુકથી અડોઅડ, ને ટચમાં રહ્યાનો ભાસ છે.
(પંકજદાંડી)
....
ભ્રમ તારા પ્યારનો
એક બાબત હું દફનાવવા નથી દેતો,
પણ સંજોગો મને અપનાવવા નથી દેતા.
મારા દિલમાં રહી ગયો છે ભ્રમ તારા પ્યારનો,
કવિતામાં આલેખું છું અવાર નવાર ત્યારનો.
મનમાં હજુ ય તાજો છે માહોલ આપણા ક્લાસનો,
મારા ઈશારા પર ટીચરની શંકાના ભાસનો.
(પંકજદાંડી)

october 2017

સુખમય રહે રિશીનું ભવિષ્ય એવું પ્રભુ પાસે માંગવું છે,
આથી જ જન્મદિન તારો પણ ઉજવવો અમારે છે.
પ્રભુને થેન્ક્સ કહેવું છે, મૂલ્યવાન માનવદેહ એણે આપ્યો છે.
એની કરુણાના સંદેશાને સમજવો છે.
આથી જ જન્મદિન તારો પણ ઉજવવો અમારે છે.
અમારી અડધી જિંદગી ગઈ પછી તારું આવવું છે,
એવું કહી ઈશ્વરને ય હસાવવું છે.
મળ્યો છે મોકો તે દિલ ભરીને માણવો છે,
આથી જ જન્મદિન તારો પણ ઉજવવો અમારે છે.

દાદુ (પંકજદાંડી) ૨ ઓક્ટોબર ૨૦૧૭
......
તું જ વાસ્તવિક છે
જે અક્ષર મારા નામમાં અંતિમ છે
એ જ તારા નામમાં પ્રથમ છે.
મારા નામનું ફૂલ ગુલાબી છે
ને તારા નામનો અર્થ ચાંદની છે.
મને કવિતા લખવાનું બહુ ગમે છે
ને તને એની કોમેન્ટ ઈ-મેલ કરવાનું.
શંકાશીલ મિત્રોના સવાલોનો આ જવાબ છે
નથી પાત્ર કાલ્પનિક, જો તું જ વાસ્તવિક છે.
(પંકજદાંડી)
 .......
ધૂળમાં રોળાય ગયાં
ભગવાનનો હું  જરૂર આભારી હોત,
જો તું મારા જીવન પ્રવાહમાં ભળી ગઈ હોત.
મહામહેનતે ફાઈલ કરી'તી પિટિશન,
પણ આપણા સંબંધને નો'તી મળી પરમીશન.
દિલને મનાવવા ફેસબુક ફ્રેન્ડ બનીને રહી ગયાં,
ને સ્કૂલના સપના ધૂળમાં રોળાય ગયાં.
(પંકજદાંડી)
...

બાબુ

કુદરતનો ખેલ સમજી શક્યો નહિ,
બાબુને હું છેલ્લીવાર મળી શક્યો નહિ.
મારો બચપણનો પાડોશી લાબું જીવ્યો નહિ,
દરિયાનું નાળિયેર ખવડાવનાર હવે રહ્યો નહિ.
એક પછી એક મિત્રોની એક્ઝિટ શાને ?
પંકજ આવીને હવે મળશે કોને ?


અફવાની હવા

કરું છું યાદ સ્કૂલના એ કરમની,
ઈશારે કરીતી વાત દિલના દરદની.

ભાગતાં ભાગતાં લગાડેલી કોણી
તારી સખીને વાગી ગઈ,
એ વાતને અફવાની હવા લાગી ગઈ.

પછી તો તું જબરું રિસાય ગઈ,
ને ઉતાવળે ટોરોન્ટોમાં ફસાઈ ગઈ.

આજે અચાનક શોપિંગ મોલમાં દેખાય ગઈ
ને ભુલાય ગયેલી દરેક વાત યાદ આવી ગઈ. 

(પંકજદાંડી)


મસ્તી ભરી પલ

મોન્ટ્રિઅલમાં મળ્યું મને ગુડ વેધરનું રૂપ,
પોસ્ટ ઉપર પોસ્ટ કરે વોટ્સ એપ નું ગ્રુપ.

ફેસબુકે મળી આજ તારી સ્પેશિયલ લાઈક,
સાયકલ ભગાવી જાણે હોન્ડાની બાઈક.

લાગી છે મોબાઈલ ને લેપટોપની લપ,
પીધો છે  બિયર તો મારીશ થોડી ગપ.

બસ એકવાર તું આવી જા મોન્ટ્રીઅલ,
સંગ સંગ ખેલીશું મસ્તી ભરી પલ.


(પંકજદાંડી)

ત્રાંસી નજરે

તારા ક્લાસમાં ડોકિયું કરી લેવાની મારી આદત હતી,
તને પામવા ક્યારેક કરી મેં ઈબાદત હતી.

 ત્રાંસી નજરે જોઈ લેવાની મારી ટ્રીક હતી,
કશું જ ન બોલવા છતાં પ્રીતની સુંદર રીત હતી.

પણ સ્કૂલના નિયમમાં ફસાય ગયા,
ને અફવાના બજારમાં બફાય ગયા.

તને લાગે છે કે લાગણીની રમત આપણે હારી ગયા,
અરે ગાંડી, આમ હારીને જ તો આપણે જીતી ગયા.


(પંકજદાંડી)

આંખના ઈશારા

અઘરા નો'તા તારી ચંચળ આંખના ઈશારા,
પણ નાદાન હતા અમે એને સમજનારા.

સ્વીટ સિક્સટીનમાં તમે ઘણા સમજદાર હતા, 
ને સોળમા વરસે અમે છોકરાઓ નાસમજ હતા.

જયારે હું જીવી રહ્યો હતો કોલેજ લાઈફ,
ત્યારે તું બની ચુકી હતી કોકની વાઈફ.

 વાંચી આજે પત્રિકા તારી દીકરીના લગનની,
ને હું ઉભો છું લાઈનમાં ગાર્ડરીના એડમિશનની.


(પંકજદાંડી)