Wednesday, January 1, 2020

રાધા ઇઝ એબસન્ટ




મોન્ટ્રિઅલનું વેધર આજે વેરી ગુડ છે
કાનાની મોરલીનો અજબ ક્રિસ્ટ્મસ મૂડ છે.
ફેરારી, ઓડી, BMW, લેક્સસ ને મીનીકુપર,
મોંઘી કારવાળી ગોપીઓ લાગે સેક્સી સુપર.
થઇ રહયાં છે ગોપીઓનાં  અડપલાં અનેક,  
સમજી ગયો છે આ ગર્લ્સના ઈરાદા નથી નેક.
જસ્ટ બદલ્યો મોડ ફ્રોમ વાયબ્રન્ટ ટુ સાયલન્ટ,
એ સ્માર્ટ ગર્લ કિસ એન્ડ આસ્ક: ડિયર યુ કાન્ટ.
પ્લીઝ પ્લીઝ, ચેઇન્જ યોર મોડ સાયલન્ટ,
 એન્ડ ટ્રુલી સે, વ્હાય રાધા ઇઝ એબસન્ટ” ?
 (પંકજદાંડી)


નવા વરસની નવી સવારે





જીભ પર મીઠા બોલ રાખું છું, દિલ સાફ અને નેક રાખું છું,
નવા વરસની નવી સવારે, સૌને શુભેચ્છા પાઠવું છું.
હેપ્પી ન્યુ ઈયર વીશ કરવામાં, કોઈ દોસ્તને ભુલતો નથી,
માવતર ને માતૃભૂમિના ચરણોમાં, વંદન કરવાનું ચૂકતો નથી.
રિસાયકલને વેલકમ અને પોલીથિનને બાય બાય કહીશ,
નોનપોલ્યુટેડ ઇલેક્ટ્રિક કારનો ઝડપથી ઇન્તજામ કરીશ.
વન છે ધરતીની ગરદન, તેના પર કરવત નહીં ચલાવીશ,
પશુ, પ્રાણી, હવા ને પર્યાવરણ, આજથી હવે હું જ બચાવીશ.
(પંકજદાંડી)

નિર્ભયા થી પ્રિયંકા




નિર્ભયાથી લઇ પ્રિયંકા, દિલ્હી થી હૈદરાબાદ
થઇ રહ્યા છે બળાત્કાર કોને કરે ફરિયાદ ?
2012નો નિર્ભયા કાંડ ને 2019નો રેડ્ડી કાંડ હાલમાં,
નથી બદલાયું હિન્દુસ્તાન મનમોહન કે મોદીના રાજમાં.
ન કરશો આયોજન મીણબત્તી વાળી મૌન કૂચનું,
આપી દો બદમાશોને સીધું આમંત્રણ યમદૂતનું.
કાયદો કાયદાનું કામ કરશે ને નાબાલિગ હત્યારો છટકી જશે,
પણ પછી ઓવૈસીને મત આપનારો એક મતદાર વધી જશે.
(પંકજદાંડી)

CAB અને NRC




હે સખા કૃષ્ણકાંત,
અમે હિન્દુસ્તાનીઓ તને કેમ સમજી શકતા નથી ?
આ મોરપીંછ, વાંસળી અને સુદર્શન,
એ તારામાં રહેલા સત્વ, રજસ અને તમસ નથી ?
યશોદાને તે મુખમાં બ્રહ્માંડ દેખાડયું,
અર્જુનને યુદ્ધમાં વિરાટ સ્વરૂપ,
હવે હિન્દુસ્તાનનો વારો ક્યારે ??
કંસ, કુબ્જા, કાળીનાગ, પૂતના, ચાણૂર સૌ થયાં છે સાથે
ભારતભરમાં યાદવાસ્થળી ખેલાય રહી છે ભારે
બોલ હવે CAB અને NRC નો અમલ ક્યારે ક્યારે ???
(પંકજદાંડી)