Saturday, March 7, 2020

આતંક



હાથમાં પથ્થર લઈને પ્રસરી ગયો છે આતંક.
ટ્રેનો, બસો અને વાહનોમાં સળગતો આતંક.
જાહેર મિલકતને ક્ષતિ પહોંચાડતો આતંક.
કોમી ભાઈચારાને ખતમ કરતો આતંક. 
દેશ વિરોધી તત્વોનો લુખ્ખો આતંક.
પોલીસની પણ હત્યા કરતો આતંક.
રસ્તા રોકાતો અને તોફાન કરતો આતંક.
રાજકીય પક્ષોના ઈશારે નાચતો આતંક.
(પંકજદાંડી)


અપલોડ




તું ટોરોન્ટોમેં ઇન્સટાગ્રામ પે અપલોડ હોતી રહી,
ઔર મેં મોન્ટ્રિઅલ સે તુઝે ફોલો કરતા રહા. 
તું વોટ્સએપ પે  મુઝે મેસેજ ભેજતી રહી,
ઔર મૈં ફેસબૂક પે તેરી કવિતા લીખતા રહા.
તું કભી મેરી ગલી આ કે હાઉ ડી મોદી કહતી રહી,
ઔર મૈં નમસ્તે ટ્રમ્પ વાલા રીપ્લાય દેતા રહા.
(પંકજદાંડી)

મારી બાનો સ્નેહ





દોડી દોડીને દૂધ પીવડાવતો ગયો,
પહેલા ધોરણની ટીચર બની ભણાવતો ગયો.
ખેતર ને ક્યારી પર થર્મોસની ગરમ ચા થયો,
મેથિયા અથાણા સાથે વઘારેલો રોટલો થયો.
પપ્પાના ગુસ્સા સામે એક્ટર થયો,
માંદગીમાં રમણભાઈ ડોક્ટર થયો,
ચાઈલ્ડ લાઇફનો યાદગાર ફેક્ટર થયો.
સામાપુરમાં સરવાળો ને દાંડીમાં ડબલ થયો,
હવે મોન્ટ્રિઅલ સુધી મલકાય ગયો,
ને રોજ રોજ વોટ્સએપમાં છલકાય ગયો.
(પંકજદાંડી)