પ્રથમ સંતાન સ્વરૂપે જન્મ્યો હતો હું મધરાતે,
મને કોઈ જ્ઞાન ન હતું જીવનની એ શુભ રાતે.
પ્રભાતે પપ્પાના કરકમળનો અમૃત સ્પર્શ હું
પામ્યો,
ઝટ મને સમજાયું, આ જગતમાં નથી હું અજાણ્યો.
મારી પાર્વતીબાના સ્વરૂપમાં હું ભગવાનને પામ્યો,
પછી પરિમલ, પ્રીતિને
પામી સૌના પ્રેમને મેં પીછાણ્યો.
જયારે જયારે હું રડયો છું, મારી
બાનું હૃદય પણ રડયું છે,
અને માંદો પડયો છું ત્યારે ઊંચકીને દવાખાને પહોંચી
છે.
ક્યારેય દોરો-ધાગો, જંતર-મંતર અને ભૂત-ભુવા નથી કર્યા.
આથી ભલે પ્રભુ તું જગતનો નાથ હોય,
પણ પહેલી મારી બા પછી જ તારો નંબર હોય.
(પંકજદાંડી)