Sunday, October 4, 2026

હેપ્પી બર્થ ડે નમો

 

હેપ્પી બર્થ ડે નમો

હિન્દુસ્તાનની પ્રજાને, હિન્દુસ્તાનના વિપક્ષને,

અને વિશ્વના રાજનેતાઓને

એટલી તો પ્રતીતિ થઇ જ ગઈ છે કે,

નમો જુદી માટીનો માણસ છે.

એ નમ્ર નથી અને નિરાભિમાની પણ નથી.

એ સમર્થ શાસક છે.

સમર્થ શાસકો નમ્ર નથી હોતા

આ પરાક્રમી પુરુષને પોતાનું પ્રચંડ સંકલ્પબળ

નિરાભિમાની થતાં રોકે છે.

એ ગાંધી, સરદાર, નહેરુ, સુભાષ, ટિળક અને ગોખલેનું

ભગતસિંહ, સુખદેવ, આઝાદ અને સાવરકરનું સંયોજન છે.

એ પુતિન અને ઝેલેન્સકીને ગળે મળી શકે છે.

એ શેખ હસીનાને આશરો પણ આપી શકે છે.

ચૂંટણીમાં મળેલા હિન્દુઓના ધોખા વાળા નકારનો પણ

 સ્વીકાર કરીને ટેકાવાળી સરકાર ચલાવી શકે છે.

તલવાર કોની કમર પર લટકે છે,

એ બાબત ઉપર તલવારની તાકાત અવલંબે છે.

એવી કમર ધરાવનાર એક ગુજરાતી સપૂતનો આજે જન્મદિન છે.

મારો જન્મદિન નમો સાથે શેર કરવાનો મને ગર્વ છે.

(પંકજદાંડી)

હું અને મારી કવિતાની નાયિકા અમારો જન્મદિન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે શેર કરીએ છીએ. આજની રચના નમોને અર્પણ. અહીં તલવારનો અર્થ વડાપ્રધાનપદ છે.

 

હું આજે નિરાંતે ઊંઘી શકું છું

 

હું આજે નિરાંતે ઊંઘી શકું છું

હવે મારા પપ્પા અને બા સદેહે આ ધરતી પર નથી.

પરંતુ મારા હૃદયમાંથી તેઓ ક્યાંય જઈ શકે એમ નથી.

મારા અસ્તિત્વનું કારણ, મને નામ-ચહેરો-સરનામું-ઓળખ આપનાર,

મને કમાઈને, ભણાવીને, ઉજાગરા કરીને સાચવનાર માવતર સાથે

મેં મારા સબંધો તરડાવા નથી દીધા.

કારણ કે હું જાણું છું કે,

જો હું મારા માવતર સાથે સારા સંબંધો જાળવવામાં

ઊણો ઉતર્યો હોત તો,

મારી પ્રોપર્ટી, પ્રતિષ્ઠા, પહોંચ, પાસપોર્ટ, પોઝિશન બધું જ ઓછું પડયું હોત.

મારા પપ્પાએ ભલે વહેલી એક્ઝિટ લીધી,

પરંતુ મારી બા ક્રિઝ ઉપર ટકી રહી, અને નર્વસ નાઇન્ટીઝમાં ગઈ.

એમના અંતિમ દિવસોમાં થોડા દિવસ પુરતો

 એમની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો.

એમને યાદ કરીને હું આજે નિરાંતે ઊંઘી શકું છું.

(પંકજદાંડી)

હીડન હિસ્ટરી

 

હીડન હિસ્ટરી

આપણી લવસ્ટોરીની હિસ્ટરી ‘હીડન’ છે.

કેમેસ્ટ્રી પણ ગજબની છે.

મારી કવિતા એનું તત્વ છે,

તારી સંમતિ સંયોજન છે,

અને લોકોની શંકા એનું મિશ્રણ છે.

કવિતાનો ભાવ આપણું હૃદય છે,

ફેસબુક ને વોટ્સએપ એની પાંખો છે,

શબ્દો એના શ્વાસ છે,

વિશ્વાસ એનું રક્ષાકવચ છે,

વિચાર એનું પ્રેમત્વ છે.

શાબ્દિક મર્યાદા એની શોભા છે,

સામાજિક વિવેક એનો ધબકાર છે.

અને આપણા અનોખા પ્રેમની ચિરંજીવીતા*

એ ભારતીય સંસ્કૃતિ છે.

(પંકજદાંડી)

·       Not starts with ‘Hi’ and the end with ’Bye’

 

hindutva shu chhe

 


hindu hovano garv

 


hindu chhu ...

 


હઠાગ્રહ

 

હઠાગ્રહ

હું અને મારા જેવા ઘણા બધાની મુશ્કેલી એ છે કે;

અમે જે માનીએ છીએ તે અન્ય લોકો પણ માને,

તેવો હઠાગ્રહ રાખીએ છીએ.

જયારે કોઈ નથી માનતું, ત્યારે અમને દુઃખ થાય છે.

અમે આગળ વધીને, તે માટે આક્રોશ ઠાલવીએ છીએ.

આ આક્રોશ ક્યારેક હિંસાત્મક બની જાય છે.

આક્રોશ વધે એટલે નિરાશા વધે.

નિરાશાને પરિણામે વેરવૃત્તિ આવે.

આવી નિરાશાને કારણે કેટલાકને ગાંધી નથી ગમતા.

વેરવૃત્તિને કારણે કેટલાકને મોદી નથી ગમતા.

પરસ્પર ભિન્ન લગતા ગાંધીવિચાર અને મોદીવિચાર,

વચ્ચેનું સામ્ય અમને સમજાતું જ નથી.

આથી જ અધૂરા ઘડા જેવા, અમે પોતે જ અમારી જાતને,

 વોટ્સએપ યુનિવર્સીટીના પોષ્ટ ગ્રેજ્યુએટ,

 સમજવાની ભૂલ કરી બેસીએ છીએ.

(પંકજદાંડી)