Sunday, October 4, 2026

તું કેવી દેખાતી હતી?

 

તું કેવી દેખાતી હતી?

તું તે દિવસે, પાંચ મિનિટની મુલાકાત વેળા કેવી દેખાતી હતી ?

ક્ષીણ થવા જઈ રહેલી કીર્તિ જેવી, ડગમગવા આવેલી શ્રધ્ધા જેવી.

પડછાયામાં ઉભેલી પ્રભા જેવી, નિવૃત્ત થતી પ્રતિભા જેવી

ભૂતકાળ માંગતી ભાનુ જેવી, ભવિષ્ય ભાખતી જાનું જેવી.

મજબૂત આશા જેવી, તેજ બનેલી મેધા જેવી.

સૂર્યાસ્ત વેળાની આથમણી દિશા જેવી.

ચંદ્રગ્રહણ વાળી ચાંદની રાત જેવી.

ઝાકળબિંદુ વાળી કમળવેલ જેવી,

મારા દીદારથી ઘવાયેલ મેઘા જેવી.

પંકજની આભાને શોધતી સુધા જેવી.

અકાળે સુકાઈ ગયેલી સરિતા જેવી,

છતાં મારી જ મધમીઠી કવિતા જેવી.

(પંકજદાંડી)

No comments:

Post a Comment