અધૂરું રહી
ગયું
નાનકડા ગામની હાઈસ્કૂલમાં,
ટીનએજ દરમ્યાન મારા પરિચયમાં
આવેલી એક કન્યા,
મારે માટે જીવનભર યાદ બનીને રહી ગઈ.
સંબંધ શરુ થયો ન થયો અને એ આકાશે ઉડી ગઈ.
સંવેદનાઓ આમ જ વેદના બનીને અધૂરી રહી ગઈ.
હવે અડધી સદી પછી,
વોટ્સએપ પર મને એનો મેસેજ મળે છે,
ભીની ભીની લાગણીઓથી પલાળી દે છે.
“આપણા
છુટા પડવાની તકલીફ હજુય અનુભવાય છે.
જો કે દરેક સંબંધ પૂરો થવા માટે જ તો શરુ થાય છે.
સંતોષ એ વાતનો છે કે, આપણે
ફરીથી મળી શક્યાં,
એકબીજાને સારી રીતે સમજી શક્યાં
અને પવિત્ર અંતર રાખીને પામી શક્યાં.
પરંતુ આપણો એક એવો સંબંધ
જે
એક લાંબા ઈન્ટરવલ પછી
ક્યારેય
પૂરો ન થવા માટે પુનઃ શરુ થયો,
છતાં
જેમાં ઘણું બધું અધૂરું રહી ગયું. છે”
તમે જ કહો, હવે
આ દુઃખ હું ક્યાં વ્યક્ત કરું ?
કવિતામાં જ ને !
(પંકજદાંડી)
No comments:
Post a Comment