ધિક્કારનું ચક્ર
કેટલાક લોકો ગાંધીને ધિક્કારે છે, કેટલાક
મોદીને.
કેટલાક લોકો નહેરુને ધિક્કારે છે, કેટલાક
યોગીને.
જ્યાં ધિક્કાર હોય ત્યાં સદવિચાર ન હોય,
જ્યાં સદવિચાર ન હોય ત્યાં વિવેક ક્યાંથી હોય?
જયારે વિવેકનું બાષ્પીભવન થઇ જાય,
ત્યારે ત્યાં કટ્ટરતાનું ઘેરું વાદળ બંધાય.
કટ્ટરતાનું ઘેરું વાદળ ઝનૂનનું વાવાઝોડું લઇ આવે.
ઝનૂનના વાવાઝોડાંમાં હત્યાઓની હારમાળા સર્જાય.
એટલે ક્રોધિત યોગી બુલડોઝર લઈને આવે.
પછી મોદી કડક કાયદો બનાવે.
આથી યોગી અને મોદીને સીટો ગુમાવવી
પડે.
મોદીજીએ જોડાણ
કરી સરકાર રચવી પડે.
જીતીને પણ હારી ગયા જેવો અનુભવ કરવો પડે.
અયોધ્યાના
હિન્દુ મતદારોને હિન્દુ વિરોધી ગણાવાય.
આમ ધિક્કારનું ચક્ર ચાલતું રહે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment