Friday, August 14, 2026

હું મોદી છું

 

હું મોદી છું

હું મોદી છું,

મળવું છે તમારે મને ?

મને મારો બર્થ ડે વીશ કરવો છે ?

મળીશ, જરૂર મળીશ તમને.

પણ એ માટે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી.

મને સ્ક્રીન પર જોવાની કોશિશ ન કરો.

હું તમને ભાજપના પોસ્ટરમાં પણ મળવાનો નથી.

હું મળીશ તમને તમારા આત્મવિશ્વાસમાં,

હું મળીશ તમને તમારી દેશભક્તિમાં,

હું મળીશ તમને તમારા કર્મક્ષેત્રમાં.

તમે મારા શ્વાસ છો તો હું તમારો વિશ્વાસ છું.

તમે સૌ મૂક સેવક છો આથી જ હું પ્રધાન સેવક છું.

તમારા પસીનાની મહેંકમાં હું છું, મારા ઉજાગરામાં તમે છો.

મારાં એક એક વ્યક્તવ્યમાં તમારી મહેનતની ખુશ્બુ છે.

મારી આંખોમાં મા ભારતીનાં સંતાનોનું પ્રતિબીંબ છે.

મારા હૃદયમાં જવાન, કિસાન અને વિજ્ઞાનનું સંયોજન છે.

 ગર્વથી કહું છું, ‘હું મેક ઈન ઇન્ડિયા મોદી છું’.

(પંકજદાંડી)

 

હું ગાંધી છું

 

હું ગાંધી છું

હું ગાંધી છું,

આજે મારે સ્પષ્ટ બોલવું છે.

હું સત્તાનો ભૂખ્યો ન હતો,

એટલે જ મારો કોઈ વંશજ પોલિટિક્સમાં નથી. 

હું દેશને વફાદાર હતો, ગુલામી મને મંજુર નો'તી.

તમારે જે કહેવું હોય તે કહો,

મેં તો કરીને બતાવ્યું છે, કહીને નહીં.

તમે આજે જે આઝાદ ભારત જુઓ છો,

એ અનેક વીરોએ લોહી વહાવીને મેળવ્યું છે.

અહિંસાનું શસ્ત્ર આપણું હતું,

સામે તો બંદુકો ને દંડાવાળી જ હતાં.

આસાન છે મારી ભૂલો શોધવાનું,

તકલીફો માટે મને જ દોષી ઠેરવવાનું.

મેં તો અંગ્રેજોને ભગાવ્યા છે,

તમે મોદીનું માનો ને ખાલી કચરો જ કાઢી જુઓ.

મેં આઝાદ ભારત આપ્યું, હવે તમે સ્વચ્છ ભારત આપો.

મહેરબાની કરો, આજે ગાંધીજયંતિ ન ઉજવો,

આજથી ભ્રષ્ટાચારમુક્ત ભારત અભિયાન છેડો.

 (પંકજદાંડી)

 

હિન્દુસ્તાનમાં શું થઇ રહ્યું છે

 

હિન્દુસ્તાનમાં શું થઇ રહ્યું છે

અરે આ હિન્દુસ્તાનમાં શું થઇ રહ્યું છે ?

આંદોલનોને કારણે અંદરથી ખોખલું થઇ રહ્યું છે.

દ્રૌપદી રૂપી બંધારણનું ફરી વસ્ત્રાહરણ થઇ રહ્યું છે,

ને પ્રજા મૌન પાંડવ બનીને તાંડવ જોઈ રહી છે.

એક પક્ષ એકતા બતાવીને આઝાદી માંગી રહ્યો છે,

બીજો નાત-જાત ને ઊંચ-નીચના ઘેરામાં ઘૂંટાઈ રહ્યો છે.

એક પક્ષ મજબૂત બન્યો તેમનાં ઠેર ઠેર શાહીન બાગ છે,

બીજો છેક જ અપંગ, તેમની ન કોઈ મા ન તો બાપ છે.

શબ્દોની ગટર ગંગા વહી રહી છે તકસાધુ નેતાઓને મોઢે,

ટીવી ચેનલો બેફામ બની રહી છે ને એન્કર ગેસ્ટ લાઈવ લઢે.

ફેસબુક પર કોકને ગોડસેમાં રાષ્ટ્રપિતાનાં દર્શન થાય છે,

વોટ્સએપ પર સાવરકરને વખાણી ને ગાંધીને ગાળો ભાંડે છે.

ટોક શો માં નૂપુર શર્માનું નિવેદન રાષ્ટ્રિય આપત્તિ આણે છે,

પાકિસ્તાન પ્રેરીત હિન્દુસ્તાનના દુશ્મનોએ લીધો મોદી નિશાને છે.

ED સમક્ષ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસી રાહુલ ભેરવાયો છે,

OROP નો સફળ મોદી અગ્નિપથ ને અગ્નિવીરમાં સલવાયો છે.

(પંકજદાંડી)

 

સીતાના પ્રશ્નો

 

સીતાના પ્રશ્નો

જો રાજા જનકને હું ધરતીમાંથી મળી

તો મારાં સાચાં માં બાપ કોણ ?

મહેલમાં ઉછરી ને શિવ ધનુષથી રમી,

તો મારુ હરણ કરનાર બળિયો કેમ?

જો રામ વિષ્ણુ, તો હું પણ લક્ષ્મી,

પછી મહાન માત્ર રામ જ કેમ?

શીલ, ગુણ, રૂપ, પવિત્રતા ને પતિવ્રતા

તો ય અગ્નિપરીક્ષા મારી જ કેમ?

પતિ વિના હું રહી એટલે અપવિત્ર,

તો પત્ની વિના રહેલા રામ પવિત્ર કેમ ?

સીતાનો સીધો સવાલ સોસીયલ મીડિયામાં

કોઈ ફરક પડશે સતયુગ ને મોદીયુગમાં ?

(પંકજદાંડી)

શું કામ રાધા શ્યામ દીવાની હતી ?

 

શું કામ રાધા શ્યામ દીવાની હતી ? 

દાંડીના દરિયાની ‘ઘોર’ વાગતી હતી,

વહેલી સવારે મીઠી નીંદર આવતી હતી.

કોક લવસ્ટોરીની ટ્રેજેડી પૂછતી હતી,

શું કામ રાધા શ્યામ દીવાની હતી ?

 

મોન્ટ્રિઅલની મોસમ મનભાવન હતી,

રુડી રાધાની મદમોહક અદાઓ હતી

મોડર્ન ગોપી મનમાં મૂંઝાતી હતી,

શું કામ રાધા શ્યામ દીવાની હતી ?

 

પંકજની અપ્રગટ પરેશાની હતી,

કવિતા ખુદના દર્દને દર્શાવતી હતી.

પોકાર હૃદયના ઊંડાણની હતી,

શું કામ રાધા શ્યામ દીવાની હતી ?

 

 (પંકજદાંડી)

ઘોર : શિયાળાની વહેલી પરોઢમાં દરિયામાંથી આવતો ખાસ અવાજ.

 

શું આપણી પણ એક કહાણી હતી

 

શું આપણી પણ એક કહાણી હતી

શું આપણી પણ એક કહાણી હતી !

ગુરુજી સીધો સવાલ કરતા મને હતા,

એનો અટપટો જવાબ આપતો હું હતો,

અને મુખ મલકતું તારું હતું.

શું આપણો પણ એક સબંધ હતો !

દાંડીના એક ખૂણામાં ઉદાસ થતો હું હતો,

બીજા ખૂણામાં તેનો અનુભવ થતો તને હતો,

શૂન્ય આપણા હૃદયનો ફાસલો હતો,

ટેલીપથી નો જ તો એ દાખલો હતો.

શું આપણો પણ એક પ્રેમ હતો !

હોસ્ટેલમાં એકલતાનો અનુભવ થતો મને હતો,

લગ્નની વેદી પર ફરાતો ફેરો તારો હતો,

સ્ટડી એન્ડ લવ બંને બાજુ બ્રેકઅપ મારો હતો,

અને એરઇન્ડિયાની ફ્લાઈટનો ટેકઓફ તારો હતો.

(પંકજદાંડી)

 

શહીદ આજે ભુલાય ગયો

 

શહીદ આજે ભુલાય ગયો 

તિરંગામાં લપેટાઈને વધુ એક શહીદ આજે વતન પરત ફર્યો,

જરા વારમાં અગ્નિએ તે દેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો.

ટીવીના પડદા પર ને અખબારના પાના પર એ છવાય ગયો,

પણ સૌભાગ્યનો સિંદૂર, નાદાન બાળકોનો બાપ છીનવાય ગયો.

ઘરડાં મા-બાપનો સહારો ગયો, બહેનની રાખડીનો હાથ ગયો,

યારોનો એક યાર ગયો, હિન્દુસ્તાનની સરહદનો સરદાર ગયો.

એક જીવનો અંત થયો, હજારો પ્રશ્નોની વણઝારનો આરંભ થયો,

પેન્શન, અનામત, આજીવિકાનો નોનસ્ટોપ પ્રોબ્લેમ શરુ થયો.

મા ભરતીનો લાલ, ગઈ કાલનો એ શહીદ, આજે ભુલાય ગયો,

ટીવી ચેનલો પર ક્રિકેટ, કોમેડી અને દંગલમાં એ દબાઈ ગયો.

(પંકજદાંડી)

 

વોટ્સએપ પે ખબર

 

વોટ્સએપ પે ખબર  

સેલફોન લેતે હી, જસ્ટ ઓન કરતે હી,

ફેસબુક પે હૈ ઉસકા ઘર...

રખતા હું મેં ઇસકી, વોટ્સએપ પે ખબર, 

દિનમેં કઈ કઈ બાર..

ટ્વિટ ભી કરતા હું મૈં,

ઔર ફોલો ઇન્સ્ટાગ્રામ રેહતા હૈ...

મૈં બહોત ખુશ હું, બસ એક ગમ હૈ

મૈં જીસે પ્યાર કરતા થા, મૈં જીસ પે મરતા થા,

ઉસકો નહીં થી ખબર.

ગોરા બદન થા, મુસ્કુરાતા ચહેરા થા,

ભોલી અદા થી, ઔર ખુદ ભી વો ભોલી થી.

ના વો અપ્સરા થી, ના વો પરી થી,

વો તો મેરી હી સ્કૂલ કી એક લડકી થી.

(પંકજદાંડી)

 

 

રિટર્ન ટિકિટ

 

રિટર્ન ટિકિટ 

હું વીસમી સદીના છઠ્ઠા દસકામાં આ ધરતી પર

 રિટર્ન ટિકિટ કન્ફર્મ કરીને જ અવતર્યો હતો,

પણ એ સમજતાં મને વાર લાગી.

હવે મોડે મોડે છેક એકવીસમી સદીના ત્રીજા દસકામાં

કુદરતનું સનાતન સત્ય જયારે સમજાયું છે ત્યારે,

હું જીવનને મન ભરીને માણું છું, મનમાં ભરીને નહિ.

મારી તકલીફોની કોઈને નથી કરતો ફરિયાદ,

કરું છું તો બસ શુભ પ્રસંગો ફરી ફરી ને યાદ.

જે મળ્યું છે એમાં જ હવે ખુશ રહેવાનો,

જે ખોયું તેનો હવે વળી ગમ શાનો ??

કારણ કે રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે.

જીવનનું આ જ સનાતન સત્ય છે.

(પંકજદાંડી)

 

યુધ્ધ

 

યુધ્ધ

જગતનો આ એક નિયમ ઘણો અટપટો છે,

જે પ્રજા યુધ્ધ કરે છે તે જ વિકાસ પામે છે.

પાયમાલ થઈને પણ ફરી બેઠા થઇ જાય છે,

પ્રજાનો જુસ્સો ને ખુમારી બેવડાઈ જાય છે.

ઊંચા વધતા તેમની જીડીપીના આંકડા છે,

યુરોપ, જાપાન, જર્મની તેના દાખલા છે.

હવે તેઓ યુધ્ધનાં શસ્ત્રોની નિકાસ કરે છે,

ને આમ પોતાના દેશનો વિકાસ કરે છે.

મોડું મોડું હિન્દુસ્તાન પણ સળવળ્યું છે,

મિસાઈલ ટેક્નોલોજીમાં કાઠું કાઢ્યું છે.

‘મેક ઈન ઇન્ડિયા’ વાળો મોદી મંત્ર મધુરો છે,

વિક્રાંત-અગ્નિ-અર્જુન-તેજસ તો ય અધૂરો છે.

(પંકજદાંડી)