હું મોદી છું
હું મોદી છું,
મળવું છે તમારે મને ?
મને મારો બર્થ ડે વીશ કરવો છે ?
મળીશ, જરૂર મળીશ તમને.
પણ એ માટે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી.
મને સ્ક્રીન પર જોવાની કોશિશ ન કરો.
હું તમને ભાજપના પોસ્ટરમાં પણ મળવાનો નથી.
હું મળીશ તમને તમારા આત્મવિશ્વાસમાં,
હું મળીશ તમને તમારી દેશભક્તિમાં,
હું મળીશ તમને તમારા કર્મક્ષેત્રમાં.
તમે મારા શ્વાસ છો તો હું તમારો વિશ્વાસ છું.
તમે સૌ મૂક સેવક છો આથી જ હું પ્રધાન સેવક છું.
તમારા પસીનાની મહેંકમાં હું છું, મારા ઉજાગરામાં તમે
છો.
મારાં એક એક વ્યક્તવ્યમાં તમારી મહેનતની ખુશ્બુ છે.
મારી આંખોમાં મા ભારતીનાં સંતાનોનું પ્રતિબીંબ છે.
મારા હૃદયમાં જવાન, કિસાન અને વિજ્ઞાનનું
સંયોજન છે.
ગર્વથી કહું છું, ‘હું મેક ઈન ઇન્ડિયા મોદી છું’.
(પંકજદાંડી)
nice
ReplyDelete