આ તરફ ભારત છે
છાશવારે ઈલેક્શન ને તેમાંય ઘણી
ગોલમાલ છે.
કોઈને વાંધો મોદી સામે, કોઈને મહાત્મા ગાંધી સામે છે,
મમતા-સોનિયા ક્યારેક સખી તો ક્યારેક સામસામે છે.
પંજાબ ફતેહ કરીને આપની નજર ગુજરાત પર છે,
બીજેપીને હવે કોંગ્રેસને બદલે કેજરીવાલનો ડર છે.
કાશ્મીર ફાઇલ્સનો મામલો ટોક ઓફ ધ ટાઉન છે,
ખાન-કુમાર-સીંગ ની ફિલ્મોનું માર્કેટ ઘણું ડાઉન છે.
કર્ણાટકની કોલેજમાં બિચક્યો મામલો હિજાબનો છે,
સામે રાજ ઠાકરેનો બાઉન્સર હનુમાન ચાલીસાનો છે.
ઈમરાનની અમેરિકન આંટીઘૂંટીમાં પાકિસ્તાન અટવાયું છે,
રાજપક્ષેના ચાઈના બ્રાન્ડ રાજમાં શ્રીલંકા ઘણું ગૂંચવાયું છે.
ત્યાં રશિયા છે, ને પેલી બાજુ અમેરિકા, સાથે નાટો છે,
યુદ્ધ યુક્રેનમાં લડાય છે, ને તેનો વળી ગયો વીંટો છે.
(પંકજદાંડી)
jay Hind !
ReplyDelete