Friday, August 14, 2026

બસ આજ ફેર છે

 

બસ આજ ફેર છે 

વાંચે છે કવિતા મારી ફેસબુક પર,

પણ કોમેન્ટ કશી કરતી નથી,

મેસેજ મોકલીને વોટ્સએપ પર,

ગમ્યું કહેવાનું ય ચૂકતી નથી.

પંકજ સેવન્ટીઝની યાદોને કવિતામાં આલેખે છે,

ને તું એ યાદોની યાદમાં ક્યારેક રડી લે છે.

જે આંસુઓ મારી આંખના ખૂણે જમા થઇ જાય છે,

એને તું સ્ત્રી સહજ ભગીરથીની જેમ વહેવા દે છે.

 બસ આજ એક ફેર છે આપણા અભિગમનો,

જેવો તારા ટોરોન્ટો અને મારા મોન્ટ્રિઅલનો.

(પંકજદાંડી)

 

1 comment: