Friday, August 14, 2026

બલિદાન

 

બલિદાન

સરહદ પર લડનારા કોઈ અર્જુન છે તો કોઈ ભીમ છે,

દેશ કાજે શહીદ થનાર કોઈ કર્ણ છે, કોઈ અભિમન્યુ છે.

કોઈ ભીષ્મ કંપની કમાન્ડર છે, કોઈ દ્રોણ ફિલ્ડ માર્શલ છે,

ગેરહાજરી કૃષ્ણની સાલે છે કારણ સામે તો લાખ કૌરવો છે.

બબ્બે વરસથી લશ્કરની ભરતીને કોરોના ભરખી રહ્યો છે,

હવે અગ્નિપથ ને અગ્નિવીરમાં નવજવાન ગૂંચવાઈ રહ્યો છે.

હથિયારોની ખરીદીમાં કમિશન વચેટિયા ખાઈ ગયા છે,

ને સરહદ પર કોઈના લાલ લડતા લડતા મરી રહ્યા છે.

ચાઈના અને પાકિસ્તાન સાથેની બોર્ડર સળગતી રહી છે,

માઓવાદ ને અલગતાવાદની આંધી પણ ઉઠતી રહી છે.

સેના માટે શસ્રોનો મેક ઈન ઇન્ડિયા પ્રોગ્રામ પૂરબહારમાં છે

બ્રિટન, ફ્રાન્સ ને અમેરિકા પણ નવી ઓફરો સાથે તૈયાર છે.

મા ભારતી હજુ વધુ વીરોનું બલિદાન માંગી રહી છે,

ને મોદીની સહનશક્તિ નવું સમાધાન શોધી રહી છે.

(પંકજદાંડી)

એક તરફ ચાઈના LAC ઉપર ગતકડાં કરતું રહે છે. બીજી તરફ પાકિસ્તાન ડ્રોન દ્વારા LOCપાર  હથિયારો સપ્લાય કરીને આતંક ફેલાવે છે. વિપક્ષોએ અગ્નિપથ યોજનામાં જાતિના પ્રમાણપત્ર અંગે વાતાવરણ ગરમાવ્યું છે. બોફોર્સ અને અગસ્તા વેસ્ટલેન્ડના કૌભાંડ હજુ ક્યારેક ચમકી જાય છે. ભારતીય લશ્કરને સધ્ધરતા બક્ષવાને બદલે તેનું ખમીર તોડી પાડવાના પેંતરા ચાલે છે. અને મોદીજી હજુ ય મક્કમ છે. આજની રચના આવી બાબતોને આવરી લઈને રચી છે.

1 comment: