Friday, August 14, 2026

નજર પાછી મળી ગઈ

 

નજર પાછી મળી ગઈ

ક્યાં સુધી રહસ્ય છુપાવીશું આપણે ?

ફેસબુક ને વોટ્સેપ પર નાટક કરીશું આપણે ?

બોલ, સાચે સાચું કહી દેવું છે આપણે??

સત્ય છે, ક્યારેક તો દિલમાં કુછ કુછ હુઆ થા આપણા.

નથી થયો ફર્સ્ટ લવનો એકરાર, નથી થયો ઇનકાર આપણા,

ચોર દિલનાં છીએ, નથી કોઈ શાહુકાર બન્ને માં આપણા.

નથી કોઈને ગંધ આવવા દીધી, ન શંકા કરવા દીધી આપણે,

બસ દિલમાં ને દિલમાં મહોબતને પાંગરવા દીધી આપણે.

ન તો ચાંદ તારા તોડી લાવવાની વાત થઇ આપણામાં,

 ન કોઈ ગુલાબ કે પ્રેમપત્રની આપ-લે થઇ આપણામાં.

બસ મનમાં ને મનમાં મહોબતની સરવાણી થઇ આપણામાં,

ક્લાસરૂમમાં જ મિલન મંદિરની સમજૂતી થઇ આપણામાં.

ઉમર સોળની વહી ગઈ ને સિક્સટી પ્લસની લાગી ગઈ આપણી,

સોસીયલ મીડિયાના રાજમાં નજર પાછી મળી ગઈ આપણી.

(પંકજદાંડી)

 

1 comment: