ગ્રુપ 72-76
ગામ દાંડી,જૂનનો મહિનો ને બોતેરની
સાલ,
તરુણાવસ્થાની ઉમર
ને આઠમા ધોરણમાં પ્રવેશ,
એવું અમારું વિનય
મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.
ધીરુભાઈ, કેશવભાઈ, શાંતુભાઇ ને જગદીશભાઈ,
અમૃતભાઈ, અજીતભાઈ, મહેશભાઈ ને પાર્વતીબેન.
મળ્યો ગુરુજનોનો
વહાલ, સદભાવ અને પ્રેમ
એવું અમારું વિનય
મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.
ઘણું ભણ્યાં, ઘણું રમ્યાં ને કોક કોક
પરણ્યાં,
એસ. એસ. સી. પછી છોતેરમાં સૌ છૂટાં
પડયાં,
પચાસ વરસના
વહાણાં બાદ ભેગા થવાનો ઈરાદો નેક,
એવું અમારું વિનય
મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.
ગાંધીને પગલે
જગખ્યાતિ મળી મારા ગામને,
સોલ્ટ સત્યાગ્રહ
નેશનલ મ્યુઝિયમ જેને આંગણે,
ઉજવીએ શાળા
પ્રવેશ સુવર્ણ જયંતિ થઈને સૌ એક,
એવું અમારું વિનય
મંદિરનું ગ્રુપ 72-76 વોટ્સએપ.
(જ્યોત્સના પટેલ, માન્ચેસ્ટર)
nice creation
ReplyDelete