કેરેકટર ઢીલા.
આજ વૃંદાવનને વાટે મેં જતા જોયા માધવ,
ન્હોતી હાથમાં મોરલી ને ન્હોતુ હોઠે માખણ.
ન્હોતી સાથે રાધા ગોરી ને ન્હોતી લલીતા ગોપી,
હાથમાં હાથ ઝાલી કૃષ્ણ સંગ દ્રૌપદી મેં દીઠી.
અદભુત મૈત્રી, એક ચતુર નર ને સ્વરૂપવાન નારી,
મને દેખાઈ છે આમાં છુપા પ્રેમની ચીનગારી.
રુકિમણીને મેસેજ મોકલ્યો ને આઠે પટરાણીઓને ફોરવર્ડ કીધો,
આજે તમારો માધવ મેં પાંડવપત્ની દ્રૌપદી સંગ પ્રેમ કરતો દીઠો.
તરત મને રીપ્લાય મળ્યો, એ જ તો છે અમારા માધવની લીલા,
અમને તો લાગે છે, અદેખા પંકજભાઈ, તમારા જ
કેરેકટર ઢીલા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment