મોડર્ન કોલંબસ
આમ અચાનક ઘરથી
નીકળી પડ્યા હતા,
તેઓ સાલ 1972 ના
મોડર્ન કોલંબસ હતા.
કશુંક નવીન
કરવાની તમન્ના સાથે હતી,
ને ભરજુવાનીના
જોશની ગરમી માથે હતી.
ઘણાંના ખીસામાં
એકે ડોલર ન હતો,
પણ જાત પર પોતાની
તેમને ભરોસો હતો,
પાસપોર્ટ પર
વિઝાનો સિક્કો ન હતો,
પણ ઈરાદો બુલંદ ને ઉત્સાહ અનેરો હતો.
રિપોર્ટ બગાડવાની
ખાતરી પુરેપુરી હતી,
ને ડિપોર્ટ
થવાનું જોખમ ભરપૂર હતું.
પણ કુદરતને એમનું
રિટર્ન થવું મંજુર ન હતું,
આથી જ તેણે
સરકારને સારું સુઝાડયું હતું.
જયારે ફેસ્ટિવલમાં
હેલોવીનનો ભૂત હતો,
ત્યારે પિયર
ટ્રુડો બન્યો તેમનો દેવદૂત હતો.
પછી તો ડોલરનો
પ્રવાહ સાયલન્ટ વહ્યો હતો,
અને ત્યારથી આપણો
કાંઠો વાયબ્રન્ટ બન્યો હતો.
(પંકજદાંડી)
કેનેડામાં નવસારી
કાંઠાના માણસોના આગમનના રેફરન્સ છેક 1965-66 ના મળે છે. પરંતુ તેઓ
આફ્રિકામાં વસ્યા બાદ કેનેડા માઈગ્રેટ થયા હતા. જયારે 1972માં ઘણા યુવાનો ઈન્ડિયાથી
સીધા કેનેડા આવ્યા. આથી 1972ના વર્ષને આપણી ‘ઈન્ડો-કેનેડિયન સંસ્કૃતિ’ની સ્થાપનાનું વર્ષ કહી
શકાય. એની સુવર્ણજયંતિ પ્રસંગે આજની રચના, ત્યારના એ સાહસિક
યુવાનોને અર્પણ....
true
ReplyDelete