ગરબડ
કોણ નેતાની વાત સાચી માને છે ?
જયારે ચૂંટણી ટાણે તેઓ વચન આપે છે.
નફરત કોને કરીએ આ જગતમાં?
જયારે બધાને જનમ ભગવાન આપે છે.
નબળી વાતો ને શું કામ યાદ કરીએ ?
જયારે એ જૂના જખમો તાજા કરે છે.
આપણને તો આપણાં જ છેતરે છે દોસ્તો,
બાકી બીજાને તો સમય જ ક્યાં છે ?
તમે જ કહો, કોને કહેવાય બેવફાઈ ?
ગરબડ તો આખી દુનિયા કરે છે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment