આંખોમાં ખામોશી
તારી આંખોમાં એક ખામોશી છે,
એ ખામોશીમાં એક દર્દ છુપાયેલું છે,
એ દર્દ કોકના ઈંતજારનું છે,
તારી ખામોશીને એક શબ્દની જરૂર છે,
એને એક નિસ્વાર્થ પ્રેમની ચાહત છે.
તું બતાવીશ મને કોનો ઇંતેજાર છે ?
મારો ????
જો મારું નામ તારા હોઠો પર
આવીને અટકી ગયું હોય તો,
હૈયું ખોલ, ને હોઠને બોલવા દે,
‘આઈ લવ યુ - ટુ’
વાળો
રીપ્લાય મને ય આપવા દે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment