Friday, August 14, 2026

બ્લડપ્રેશર મારું કંટ્રોલમાં

 

બ્લડપ્રેશર મારું કંટ્રોલમાં

વાત એની હું કવિતામાં હાલ વર્ણવી રહ્યો છું,

ન વહી શકેલી લાગણીઓને હવે વહાવી રહ્યો છું.

દિલ દુખાવાતી વેદના હજુય અનુભવી રહ્યો છું,

અધૂરા ઇશ્કની વારતા હિંમતપૂર્વક વર્ણવી રહ્યો છું.

નથી શરમાતો એને ફેસબુક પર પોષ્ટ કરવામાં,

એની મહેંક આવવા લાગી છે મારા દરેક લખાણમાં.

રાખું છું એને હવે સોસીયલ મીડિયાના મારા કોન્ટેક્ટમાં,

સાચે જ હવે રહેવા લાગ્યું છે બ્લડપ્રેશર મારું કંટ્રોલમાં.

(પંકજદાંડી)


1 comment: