Sunday, October 4, 2026

હેપ્પી બર્થ ડે નમો

 

હેપ્પી બર્થ ડે નમો

હિન્દુસ્તાનની પ્રજાને, હિન્દુસ્તાનના વિપક્ષને,

અને વિશ્વના રાજનેતાઓને

એટલી તો પ્રતીતિ થઇ જ ગઈ છે કે,

નમો જુદી માટીનો માણસ છે.

એ નમ્ર નથી અને નિરાભિમાની પણ નથી.

એ સમર્થ શાસક છે.

સમર્થ શાસકો નમ્ર નથી હોતા

આ પરાક્રમી પુરુષને પોતાનું પ્રચંડ સંકલ્પબળ

નિરાભિમાની થતાં રોકે છે.

એ ગાંધી, સરદાર, નહેરુ, સુભાષ, ટિળક અને ગોખલેનું

ભગતસિંહ, સુખદેવ, આઝાદ અને સાવરકરનું સંયોજન છે.

એ પુતિન અને ઝેલેન્સકીને ગળે મળી શકે છે.

એ શેખ હસીનાને આશરો પણ આપી શકે છે.

ચૂંટણીમાં મળેલા હિન્દુઓના ધોખા વાળા નકારનો પણ

 સ્વીકાર કરીને ટેકાવાળી સરકાર ચલાવી શકે છે.

તલવાર કોની કમર પર લટકે છે,

એ બાબત ઉપર તલવારની તાકાત અવલંબે છે.

એવી કમર ધરાવનાર એક ગુજરાતી સપૂતનો આજે જન્મદિન છે.

મારો જન્મદિન નમો સાથે શેર કરવાનો મને ગર્વ છે.

(પંકજદાંડી)

હું અને મારી કવિતાની નાયિકા અમારો જન્મદિન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે શેર કરીએ છીએ. આજની રચના નમોને અર્પણ. અહીં તલવારનો અર્થ વડાપ્રધાનપદ છે.

 

હું આજે નિરાંતે ઊંઘી શકું છું

 

હું આજે નિરાંતે ઊંઘી શકું છું

હવે મારા પપ્પા અને બા સદેહે આ ધરતી પર નથી.

પરંતુ મારા હૃદયમાંથી તેઓ ક્યાંય જઈ શકે એમ નથી.

મારા અસ્તિત્વનું કારણ, મને નામ-ચહેરો-સરનામું-ઓળખ આપનાર,

મને કમાઈને, ભણાવીને, ઉજાગરા કરીને સાચવનાર માવતર સાથે

મેં મારા સબંધો તરડાવા નથી દીધા.

કારણ કે હું જાણું છું કે,

જો હું મારા માવતર સાથે સારા સંબંધો જાળવવામાં

ઊણો ઉતર્યો હોત તો,

મારી પ્રોપર્ટી, પ્રતિષ્ઠા, પહોંચ, પાસપોર્ટ, પોઝિશન બધું જ ઓછું પડયું હોત.

મારા પપ્પાએ ભલે વહેલી એક્ઝિટ લીધી,

પરંતુ મારી બા ક્રિઝ ઉપર ટકી રહી, અને નર્વસ નાઇન્ટીઝમાં ગઈ.

એમના અંતિમ દિવસોમાં થોડા દિવસ પુરતો

 એમની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો.

એમને યાદ કરીને હું આજે નિરાંતે ઊંઘી શકું છું.

(પંકજદાંડી)

હીડન હિસ્ટરી

 

હીડન હિસ્ટરી

આપણી લવસ્ટોરીની હિસ્ટરી ‘હીડન’ છે.

કેમેસ્ટ્રી પણ ગજબની છે.

મારી કવિતા એનું તત્વ છે,

તારી સંમતિ સંયોજન છે,

અને લોકોની શંકા એનું મિશ્રણ છે.

કવિતાનો ભાવ આપણું હૃદય છે,

ફેસબુક ને વોટ્સએપ એની પાંખો છે,

શબ્દો એના શ્વાસ છે,

વિશ્વાસ એનું રક્ષાકવચ છે,

વિચાર એનું પ્રેમત્વ છે.

શાબ્દિક મર્યાદા એની શોભા છે,

સામાજિક વિવેક એનો ધબકાર છે.

અને આપણા અનોખા પ્રેમની ચિરંજીવીતા*

એ ભારતીય સંસ્કૃતિ છે.

(પંકજદાંડી)

·       Not starts with ‘Hi’ and the end with ’Bye’

 

hindutva shu chhe

 


hindu hovano garv

 


hindu chhu ...

 


હઠાગ્રહ

 

હઠાગ્રહ

હું અને મારા જેવા ઘણા બધાની મુશ્કેલી એ છે કે;

અમે જે માનીએ છીએ તે અન્ય લોકો પણ માને,

તેવો હઠાગ્રહ રાખીએ છીએ.

જયારે કોઈ નથી માનતું, ત્યારે અમને દુઃખ થાય છે.

અમે આગળ વધીને, તે માટે આક્રોશ ઠાલવીએ છીએ.

આ આક્રોશ ક્યારેક હિંસાત્મક બની જાય છે.

આક્રોશ વધે એટલે નિરાશા વધે.

નિરાશાને પરિણામે વેરવૃત્તિ આવે.

આવી નિરાશાને કારણે કેટલાકને ગાંધી નથી ગમતા.

વેરવૃત્તિને કારણે કેટલાકને મોદી નથી ગમતા.

પરસ્પર ભિન્ન લગતા ગાંધીવિચાર અને મોદીવિચાર,

વચ્ચેનું સામ્ય અમને સમજાતું જ નથી.

આથી જ અધૂરા ઘડા જેવા, અમે પોતે જ અમારી જાતને,

 વોટ્સએપ યુનિવર્સીટીના પોષ્ટ ગ્રેજ્યુએટ,

 સમજવાની ભૂલ કરી બેસીએ છીએ.

(પંકજદાંડી)

 

 

સ્વચ્છતા અભિયાન

 

સ્વચ્છતા અભિયાન

આથમતા સૂરજનાં કેસરિયાં કિરણો,

શોભી રહ્યાં છે શાંત જળની સપાટી પર.

શરદ પૂનમની ચાંદની ખીલી  ઉઠી છે,

દાંડી કિનારે, અવની અને અંબરતળ પર.

પોકારી પોકારીને વિનવે છે દાંડીજન,

હે પ્રવાસી ! તને પ્લાસ્ટિક ફેંકવાની નથી પરમીશન.

સ્વાર્થ સિધ્ધ થયા પછી વોશરૂમનું બારણું

બંધ કરવાનું કેમ ભૂલો છો મહેમાન ?

મોદીના સ્વચ્છતા અભિયાનમાં ગાંધીના ચશ્માં છે,

હે પ્રવાસી ! એ ચશ્માંથી તું તને જો.

જો તું ભારતની ધરતીને માતા સમજતો હોય તો,

માતાની ગોદમાં ખેલવાની ખેવના રાખતો હોય તો,

મંદ મંદ સ્વચ્છ પવનની મઝા માણવી હોય તો,

‘બોયકોટ માલદીવ્સ’ પછી ‘વેલકમ દાંડી’ થવું હોય તો,

સ્વચ્છતા અભિયાનમાં સામેલ થા.

પર્યાવરણની જાળવણીને જીવનધ્યેય બનાવ.

પછી.....દાંડી તો તને આવકારવા આતુર જ છે.

(પંકજદાંડી)

ગયા અઠવાડિયે નવસારી લાઈવ ઉપર દાંડીની વ્યથા વર્ણવતા સમાચાર જોયા. મારી છેલ્લી દાંડીયાત્રા દરમ્યાન મારી નજરે દાંડી બીચની દુર્દશા જોઈ હતી. આ બંનેની સંયુક્ત ઇફેક્ટ દર્શાવતી આજની કથા.

સેક્યુલર

 

સેક્યુલર

મોન્ટ્રિઅલની જ્યુઈશ જનરલ હોસ્પિટલમાં,

હમાસ સમર્થક આંદોલનકારીઓની,

ખ્રિસ્તી ડોકટર અને બૌધ નર્સના હાથે સારવાર થાય છે.

સુરતની મહાવીર હોસ્પિટલમાં,

હિન્દુ સર્જન, મુસલમાન દર્દીના હૃદયની સર્જરી કરે છે.

નવસારીની પારસી જનરલ હોસ્પિટલ,

હિન્દુ-મુસ્લિમ, ઉજળિયાત-દલિત દર્દીઓથી ઉભરાઈ જાય છે.

ત્યારે આ તમામ જગ્યાએ આપોઆપ રચાય જાય છે;

મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ અને દેરાસર.

અહીં આત્માઓને પરમાત્મા સ્વરૂપે જોવા-સાંભળવા-સમજવા માટે;

આંખ, કાન અને મગજ ખુલ્લાં રાખવાં પડે છે.

‘સેક્યુલર’ શબ્દ પણ અહીં જ ખરા અર્થમાં સાર્થક થાય છે,

પરંતુ હમાસના, પાકિસ્તાનના, બાંગલાદેશના અને દુનિયાના

આતંકીઓને આ સમજાશે ખરું ???

(પંકજદાંડી)

sukh....

 


સત્યાગ્રહી સિપાહી

 

સત્યાગ્રહી સિપાહી

દાંડી ગામની ખારી ખાંજણમાં

 સુંદર સોલ્ટ સત્યાગ્રહ સ્મારક શોભે છે.

એની અંદર એક શીલા પર,

ધીર વીર સત્યાગ્રહી સિપાહી ઉભો છે.

બાળક પૂછે માવતરને, આ કોણ છે ખમતીધર ?

હાથમાં લાકડીવાળો અનન્ય અહિંસક ?

માતા મુખ મલકાવે મોબાઈલ પર,

ઘડીક સર્ચ કરે ગૂગલ પર,  

અરે આ તો એ જ છે,

જેનો ફોટો છે આપણી ચલણી નોટો પર.

ને નથી હવે જોર ચૂંટણી ટાણે વોટો પર.

સાંભળીએ ને સદગૃહસ્થ બોલ્યા:

બાપુ આપ ઘણી ગાળ ખાઓ છો વોટ્સએપ પર,

સૌને અહિંસક રીતે માફ કરો સોશિયલ મીડિયા પર.

(પંકજદાંડી)

 

 

સંબંધ

 

સંબંધ

તેં

આપણા સંબંધોને

પતંગિયાની જેમ પ્રેમથી પકડયા તો,

તારા હાથમાં રંગ છોડી ગયા.

મેં

 એને પતંગની જેમ ઉડાવ્યા તો,

 ઊંચે ને ઊંચે ચડતા ગયા.

વળી એને વોટ્સએપની દોરી

ને કવિતાની કન્ની બાંધી,

ઉપરથી ફેસબુકની પૂંછડી લટકાવી.

લાગણીની લકીર ધરાવતી

 હેતાળ હૈયા વાળી ફીરકી તને પકડાવી.

પછી

એ જ સબંધ તને ‘ઈ માધ્યમ’થી ડીલીવર કર્યા.

અને હવે

રાહ જોઉં છું તારા રીસીવીંગ કન્ફર્મેશનની......

(પંકજદાંડી)

સંબંધ

તેં

આપણા સંબંધોને

પતંગિયાની જેમ પ્રેમથી પકડયા તો,

તારા હાથમાં રંગ છોડી ગયા.

મેં

 એને પતંગની જેમ ઉડાવ્યા તો,

 ઊંચે ને ઊંચે ચડતા ગયા.

વહાલના દરિયાની દોરી બાંધી

ને કવિતાની કન્ની બાંધી,

લાગણીની લકીર ધરાવતી

 હેતાળ હૈયા વાળી ફીરકી તને પકડાવી.

ઉપરથી પ્રેમના પ્રતીક સમી પૂંછડી લટકાવી

એ જ સબંધ તને ફેસબુકના માધ્યમ’થી ડીલીવર કર્યા.

અને હવે

વોટ્સએપ પર

રાહ જોઉં છું તારા રીસીવીંગ કન્ફર્મેશનની......

(પંકજદાંડી)