Sunday, October 4, 2026

પ્રતીક્ષાયોગ-કર્તવ્યયોગ

 

પ્રતીક્ષાયોગ-કર્તવ્યયોગ

આપણા બે વચ્ચે હજારો માઈલનું અંતર છે.

પ્રેમભાવ પ્રબળ છે આથી વિરહવેદના અસહ્ય છે.

પરંતુ આત્મભાવ એવો ખીલ્યો છે કે અંતર શૂન્ય બની ગયું છે.

સ્મરણસેતુ એવો રચાયો કે વિયોગમાં પણ યોગનું નિમિત્ત બન્યો.

તું વિયોગિની ચાંદની તારા શહેરમાં છે,

ને યોગીની ચાંદનીનું સ્થાન મારા હૃદયમાં છે.

તારો પ્રતીક્ષાયોગ તારા શહેરમાં છે

ને મારો કર્તવ્યયોગ મારી કવિતામાં છે.

આપણા પ્રેમમાં પરિશુધ્ધ પ્રતીક્ષા છે,

આથી જ એકત્વની પ્રતીતિ થતી રહી છે.

આપણે બંને પ્રિયજન એકબીજામાં હૃદયસ્થ,

આથી જ આપણું લાગણીથી અંતર શૂન્યસ્થ.

પ્રેમભાવથી આ સામીપ્ય સિધ્ધ થાય,

અને પછી એજ શબ્દરૂપે અહીં ડોકાય.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment