Sunday, October 4, 2026

શાંતિની સમજશક્તિ

 

શાંતિની સમજશક્તિ

દુશ્મનને ખબર છે કે;

હિન્દુસ્તાનને હચમચાવવા માટે શું શું કરી શકાય.

બ્રિટન, અમેરિકા, કેનેડા, ચાઈના, તુર્કીએ,

બીબીસી, વોશિંગ્ટન પોસ્ટ, ન્યુયોર્ક ટાઈમ્સ વગેરેને

 હિન્દુસ્તાનની એકતા ખૂંચે છે.

હિન્દુસ્તાનમાં પણ વિપક્ષ, અપક્ષ,

અને કહેવાતા નિષ્પક્ષ યાદવાસ્થળી ખેલે છે.

રામ મંદિરથી અંતર રાખીને મઝાર પર ચાદર ચડાવે છે.

શાંતિથી રામનામ લેવાનું તો કોઈને ય પસંદ નથી.

કોકને હિન્દુ શરણાર્થીમાં આંતકવાદી,

ને રોહિંગ્યામા શાંતિદુતના દર્શન થાય છે.

કિસાન આંદોલનના ટેકેદારો પોતે MSP આપી શકતા નથી.

દક્ષિણનાં રાજ્યો દ્વવિડીસ્તાનનો પડકાર લાવી રહયાં છે.

સત્તા પક્ષ પણ દુધે ધોયેલો નથી જ.

મને લાગે છે આપણે સૌ શાંતિથી કઈ રીતે રહી શકાય,

એની સમજશક્તિ જ ગુમાવી બેઠાં છીએ.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment