Sunday, October 4, 2026

મારી અધુરી કવિતા

 

મારી અધુરી કવિતા

પવિત્રભૂમિની મુલાકાત થઈ ગઈ,

પણ એક મુલાકાત અધુરી રહી ગઈ.

મેં આધારકાર્ડ નહીં, આધાર શોધ્યો.

ત્યાં પાનકાર્ડ નહીં, પીનકોડ શોધ્યો.

પછી સરનામા વગરનું ઘર શોધ્યું.

સાથે નીશા વગરનું ચાંદરણું શોધ્યું.

પણ કમ્બક્ત એક અધૂરપ રહી ગઈ,

કમનસીબી એનું કામ કરી ગઈ.

એ હતી, હું હતો, ને વાસંતી વાયરો હતો.

દિવ્ય ક્ષણ હતી, ભવ્ય iPhone હતો,

ને સૌમ્ય વાતાવરણ હતું

પણ હું એ ક્ષણને કેમેરામાં કેદ કરી ન શક્યો.

રમ્ય મિલનને ફ્રેમમાં ફીટ કરી ન શક્યો.

કમનસીબી સામેની લડાઈ જીતી ન શક્યો.

મારી અધુરી કવિતા પૂરી કરી ન શક્યો.

(પંકજદાંડી)

હું જેને મારી કવિતાની નાયિકાની કલ્પના કરીને પ્રેમકવિતાઓ રચું છું એને સાચેસાચ મળવાનું થયું. એનું જ વર્ણન આજની રચનામાં ..

 

No comments:

Post a Comment