Sunday, October 4, 2026

તાંડવનૃત્ય

 

તાંડવનૃત્ય

હિન્દુસ્તાન આતંકવાદનો સામનો

અહિંસાથી કરી શકે એમ નથી.

આતંક સામે અહિંસા એટલે કાયરતા.

આતંક સામે પોલીસનો બળ પ્રયોગ એટલે

વેર વિનાની ક્રોધયુક્ત ક્રૂરતા.

પરંતુ પ્રજાના રક્ષણ માટે થતી

ક્રોધયુક્ત ક્રૂરતા આવશ્યક અનિષ્ઠ છે.

આતંકવાદીને મારવાથી થતી

કોઈપણ હિંસા ધર્માનુકૂલ છે.

ધર્માનુકુલ હિંસાથી ધર્મનું રક્ષણ થાય છે.

જો ભારતમાં,

રામ અને કૃષ્ણના શાંતિધર્મનું રક્ષણ નહીં થાય તો,

ગાંધીના સત્ય અને અહિંસા પણ નહીં બચે.

એટલે હવે યોગીશંકરને તાંડવનૃત્ય કરવા દો.

(પંકજદાંડી)

No comments:

Post a Comment