Sunday, October 4, 2026

શંબૂક

 

શંબૂક

અગ્નિના તણખા અને ભડકા વચ્ચે જાતિભેદ નથી

કારણ કે પ્રત્યેક તણખા અને ભડાકામાં અગ્નિ બિરાજમાન છે.

પણ માનવીમાં થોડું જુદું બનવા પામ્યું છે.

વય, લિંગ, વર્ણ,  જાતિ, મોભા, વિદ્યા, ધન,

 રાજ્ય, દેશ, વેશ, ભાષા વગેરે સાથે,

ઊંચનીચ આપોઆપ આવી જાય છે.

આમ તો પ્રત્યેક જીવ શિવનો પ્રતિનિધિ છે

 તેથી શિવસ્વરૂપ છે.

છતાં શુદ્ર શંબૂક વધ થાય છે,

હનુમાન પૂજાય છે,

શુદ્ર શબરી અને ગુહના ગુણગાન ગવાય છે.

જેમ દાંડીકૂચ કરીને ગાંધીજીએ

અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાડેલો તેમ,

જાતિઆધારિત વસ્તીગણતરી કરાવીને નીતીશકુમારે

કળિયુગમાં માંડ માંડ ઉભરી રહેલી

હિંદુ એકતામાં લૂણો લગાડયો છે.

 (પંકજદાંડી)

પલટુરામ નીતીશકુમારે વળી પછી ભાજપ સાથે ગાંઠ બાંધી. ભાજપના કુંડમાં ડૂબકી મારીને તેઓ પવિત્ર થવાના નથી, એ વાત સૌ ભાજપીઓ જાણે છે. મોદીથી દૂર જઈને એમણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી. આમ મોદી વિરોધી કાર્ય કર્યું. હું પોતે પણ OBC હેઠળ આવું છું. પરંતુ જો હિંદુ અને હિન્દુસ્તાનનું ભલું કરવું હશે તો જાતિવાદને તિલાંજલિ આપવી જ પડશે. જાતિવાદ, મોદીવાદ અને નીતિશવાદને આવરી લેતી આજની રચના.

No comments:

Post a Comment