Sunday, October 4, 2026

એક પત્ર આતંકવાદીને

 

એક પત્ર આતંકવાદીને

ધિક્કારણીય આંતકવાદીજી,

સલામ-નમસ્તે નથી લખતો, તું એનો અધિકારી નથી.

જરા વિચાર કર, તું જે કરી રહ્યો છે, એ પયગંબરને કબૂલ છે?

તેં જે નિર્દોષની કતલ કરી એમણે તારું શું બગાડયું હતું?

અરે ! તું તો એમને ઓળખતો પણ ન હતો.

જે મદરેસામાં અને જે કેમ્પમાં તારું બ્રેઇનવોશ કરવામાં આવ્યું,

તે મુલ્લાં અને મૌલવી જાતે લડવા નથી જતા.

આજે એક તરફ મૃતકોની શ્મશાનયાત્રા નીકળશે,

અને બીજી તરફ માનવ અધિકારવાદીઓ

તને નિર્દોષ સાબિત કરવા સુપ્રીમકોર્ટ સુધી જશે.

તું ઘાતકી હત્યાઓ કરનારો એક મુસલમાન છે.

કમોતે મરનારા અનેક નિર્દોષ હિંદુઓ છે.

પણ તને બચાવનારા ‘સો કોલ્ડ સેક્યુલર’ વકીલો હિન્દુ છે.

તને અપૂરતા પુરાવાને આધારે મુક્ત કરનાર જજ હિન્દુ છે.

સંસદમાં તારા કૃત્યને છાવરનાર સાંસદ પણ હિન્દુ છે.

મઝા કર ભાઈ, મઝા કર.

(પંકજદાંડી)

No comments:

Post a Comment