રામમંદિર
રામમંદિર નથી યોગીનું કે મોદીનું, નથી આર્યનું કે અનાર્યનું,
એ તો પ્રતીક છે ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ ધૈર્યનું.
એમાંથી શોધવાનું છે...
રામનું હૃદયમંથન,
સીતાની વ્યથા અને કૌશલ્યાની કથા.
કૈકેયીનો મોહ, ભરતનો વૈરાગ્ય અને દશરથનું ભાગ્ય.
લક્ષ્મણનો મન્યુ અને ઉર્મિલાની અવ્યક્ત ઊર્મિઓ.
જટાયુની શહીદી, હનુમાનની ભક્તિ અને મૈત્રીની
શક્તિ.
સુગ્રીવના સત્વગુણ, મારીચના રજોગુણ,
રાવણના તમોગુણ અને મેઘનાથના અવગુણ.
વિભીષણની જાગૃતિ અને મંદોદરીની પ્રકૃતિ.
ને નથી ભૂલવાનું
બાબરની બર્બરતાને, ઔરંગઝેબના અત્યાચારને,
હિન્દુ વિરોધીઓની નગ્ન નાસ્તિકતાને,
નાગા પોલીટીશીયનોની અનૈતિકતાને,
અને રામ મંદિર બનાવીને જ જંપ્યા એ વાસ્તવિકતાને.
(પંકજદાંડી)
No comments:
Post a Comment