Sunday, October 4, 2026

વિચારમંથન

 

વિચારમંથન

આજે બુધવાર, પણ તારો ફોન ન આવ્યો એટલે,

 મેં આપણા પ્રેમસંબંધ ઉપર આવું ‘વિચારમંથન’ કર્યું.

પ્રેમ દિવ્ય, ભવ્ય, પવિત્ર અને અલૌકિક છે.

એનો સ્વભાવ  સરિતા જેવો છે.

એને સતત વહેતા રહેવાનું ગમે છે.

ફ્રોઝન થઇ ગયેલો પ્રેમ પણ,

યોગ્ય તક મળતાં વહેવા લાગે છે.

પ્રેમ કોઈપણ ઉંમરે કરી શકાય છે.

માણસે પુરી માત્રામાં ભરપૂર જીવવું હોય તો,

 પ્રેમ કરતાં શીખી લેવું જોઈએ.

આપણો પ્રેમ પણ છુપાવવો ન પડે એવો પવિત્ર છે.

આપણે એ બાબતનું ગૌરવ લઇ શકીએ એમ છીએ.

પ્રેમનિષ્ઠ હોવું એટલે જ જીવનનિષ્ઠ હોવું.

માણસ જયારે કોઈને પણ નફરત કરે છે,

ત્યારે તે થોડો થોડો મરતો હોય છે.

આપણે આમ થોડાં થોડાં મરીએ એવાં તો નથી જ.

(પંકજદાંડી)

 

 

No comments:

Post a Comment