Sunday, November 1, 2026

હિન્દુસ્તાનને બગાડવામાં….

 

હિન્દુસ્તાનને બગાડવામાં….

હિન્દુસ્તાન બદલાઈ રહ્યું છે કે બગડી રહ્યું છે,

એ બાબતે ગૂંચવણ વધતી જાય છે.

જે શરમજનક લાગવું જોઈએ, તે સ્વાભાવિક લાગવા મંડ્યું છે.

લાંચ, ભ્રષ્ટાચાર, છેતરપીંડી, ચોરી, લૂંટફાટ,

મારામારી, ગાળાગાળી, બળાત્કાર, શોષણ, વ્યભિચાર વધ્યાં છે.

મિલકત પચાવી પાડવાનો ટ્રેન્ડ પણ વધતો જાય છે.

સંતાનોની હાજરીમાં પત્નીની મારઝૂડકરતા પતિદેવો,

જાહેરમાં પતિને ક્ષોભજનક સ્થિતિએ મુકનાર પત્નીઓ,

કાયદાની બીક બતાવી સાસરિયાને બ્લેકમેલ કરતી વહુઓ,

લવજેહાદમાં ફસાઈને માવતર અને હિન્દૂ ધર્મને લજવતી કન્યાઓ,

રૂલ્સ રેગ્યુલેશન્સનું બહાનું બનાવી વાલીઓને લૂંટતા શાળા સંચાલકો,

અપેક્ષિત પરિણામ ન લાવનાર બાળકોની મારઝૂડ કરતાં વાલીઓ,

ચૂંટણી પત્યે પ્રજાને આપેલા વાયદાઓ ભૂલી જનાર રાજનેતાઓ,

ઓપરેશન સિંદૂર વેળા ફેક ન્યુઝ ફેલાવનારાંસમાચાર માધ્યમો,

સૌ એ હિન્દુસ્તાનને બગાડવામાં પોપોતાનો ફાળો આપ્યો છે.

હવે તો સાયબર ક્રાઇમને તો સ્માર્ટનેસમાં ખપાવાય છે.

કર્મના સિદ્ધાંત વાળા ધર્મની ફાઈલ જ ડીલીટ કરી દેવાઈ છે.

(પંકજદાંડી)

 

હિન્દુ છું, એટલે જ નથી ગમતું.

 

હિન્દુ છું, એટલે જ નથી ગમતું.

હિન્દુ હોવાનો મને ગર્વ છે, પણ કેટલુંક મને નથી જ ગમતું.

આપણી વર્ણવ્યવસ્થા હજુ ય એકતામાં અંતરાય બને છે.

જાતિ આધારિત જનગણના દેશના ભાગલાનું કારણ બની શકે છે.

કાયદેસર રીતે પ્રતિબંધિત સતીપ્રથા શું સાચે જ બંધ થઇ ગઈ છે ?

દહેજ, બાળવિવાહ અને વિધવાદમનની દીક્ષા કોણ આપતું હશે ?

અસ્પૃશ્ય માનવને માનવ તરીકેનો દરજ્જો પણ ન મળે એ કેવું ?

આપણા ધાર્મિક ઉત્સવો હવે ધતીંગની કક્ષાએ નથી પહોંચ્યા ?

આશ્રમોમાં ચાલતી અરાજકતા હિન્દુ ધર્મની શરમ નથી શું ?

વિશ્વામિત્રથી વિનોબા સુધીની આપણી ઋષિ પરંપરા

ખુબ મહાન હોવા છતાં કેટલાક સુધારાઓ માંગે છે

એ માટે આપણને બીજા રાજા રામમોહનરાયની જરૂર છે.

હિન્દુ ધર્મ થોડોક બંધ અને વધારે ખુલ્લો છે આથી સુધારાને અવકાશ છે.

આથી જ નવરાત્રીમાં ઝુંટીને લીધેલો ગલગોટો પણ પવિત્ર બની રહે છે.

અને આવા જ ગલગોટા પછી ગુલાબ અને મોગરા બનીને મહેંકી ઉઠશે.

ત્યારે હિન્દુસ્તાનની સીમાની બહાર પણ એની સુગંધ ફેલાશે.

ધીમેથી અને મોડેથી પણ સુધારાને અવકાશ છે એ નક્કી.

(પંકજદાંડી)

 

હત્યા પામેલો ધર્મ

 


સ્પ્રિંગની શરૂઆત

 

સ્પ્રિંગની શરૂઆત

પાર્ક, પાર્કિંગ લોટ, રસ્તા અને ઘરનાં આંગળાંમાંથી

સ્નો પીગળી રહ્યો છે.

નાનાં નાનાં ઝરણાં ખળખળ વહી રહયાં છે

ને આનંદની કોઈ સીમા નથી.

કેનેડા આખાની સઘળી સરિતાઓએ

આનંદના કિનારાઓને છલકાવી દીધા છે.

આનંદનું મહાપુર જાણે અમેરિકા ખંડની

મુસાફરીએ નીકળી પડયું છે.

ઈશ્વરની અનંત દિવ્યતાનો અંશ અહીં ડોકાઈ રહ્યો છે.

કેનેડાના વૃક્ષોનો પર્ણ વૈભવ અને પુષ્પ વૈભવ

સાકાર થવા થનગની રહ્યો છે.

નોર્થ અમેરિકન લાઈફ પણ

માણવા અને જાણવા જેવી મૂલ્યવાન ઘટના છે.

અહીં કેટલાક માણનારા જીવનને જાણવાનું ચુકી જતા દેખાય છે.

અને બુદ્ધિશાળી લોકો જાણવા જવામાં માણવાનું ચુકી જાય છે.

(પંકજદાંડી)

 

સ્નેહભર્યા સંબંધની મર્યાદા

 

સ્નેહભર્યા સંબંધની મર્યાદા

દરેક સ્નેહભર્યા સંબંધની એક મર્યાદા હોય છે.

પવિત્ર મર્યાદાની એક આગવી સુગંધ હોય છે.

આ સુગંધ હૃદયના વિશિષ્ઠ સંબંધમાં તાજગી પૂરતી હોય છે.

સંબંધો લક્ષ્મણરેખામાં રહે તે ઉભયપક્ષે આવશ્યક છે.

ઘણીવાર મર્યાદાના બંધનનો નિર્ણય ભલે કઠોર લાગે,

પરંતુ તે બંનેના હિતમાં હોય છે.

ગુરુકુળ છુટયાનાં પચાસ વરસ થયાં,

તે પછી પણ આપણે બંને

એકબીજા વગર ઝૂરતાં રહયાં.

ફેસબુક અને વોટ્સએપને સહારે મળતાં રહ્યાં.

‘જય શ્રી કૃષ્ણ’ અને ‘રાધે રાધે’ ના સહારે સંપર્કમાં રહયાં.

અરે ! ઘડીભર મળ્યાં ય ખરાં,

 પણ કેમેરાની એક ફ્રેમમાં ફીટ ન થઇ શક્યાં.

શું એ જ આપણી નિયતિ છે ???

(પંકજદાંડી)

 

સલૂણી સંધ્યા

 

સલૂણી સંધ્યા

સમર વેકેશનમાં સૂર્યાસ્ત વેળાની એક સલૂણી સંધ્યાએ,

દાંડીના દરિયા કિનારે હું એકલો ઉભો છું.

વિશાળ તોફાની સાગર તરફ મારી નજર તાકી રહી છે.

તેવામાં એક પક્ષી આથમતા સૂરજની બરાબર મધ્યમાંથી પસાર થયું.

મારી ટીન એજમાં નસીબ થયેલ કુદરતી સૌંદર્યની આ અદભુત ક્ષણે,

મને કુદરતની બીજી એક નાજુક રચના યાદ આવી.

સૂરજની એ લાલીમાં મને એક ગુલાબી ચહેરો દેખાયો.

મેકઅપ વગરના સૌંદર્યની જ્યોતિ, પ્રસન્નતા અને પ્રભાનો પડઘો પડયો.

પંકજને યાદ આવી એચહેરાને પામવા કરેલી ઉપાસના.

જીવનની આ વિરલ ક્ષણે અધૂરા રહેલા અરમાનની આગ ભભૂકી ઉઠી.

મેં હવે ‘ફીલ સિક્સટીન આફ્ટર સિક્સટી’ ના સૂત્રને સાકાર કરવાના પ્રયત્નોમાં

ઈશ્વરના અનુગ્રહથી જિંદગીનાં સુખ દુઃખ સાચા સ્વરૂપમાં સમજ્યાં.

ત્યારે ફરી યાદ કરું છું સૂર્યાસ્ત વેળાની એ સલૂણી સંધ્યા.

(પંકજદાંડી)

સમજદાર મિત્ર

 


સદાબહાર પંકજદાંડી

 

સદાબહાર પંકજદાંડી

આજે પહેલી મે, ગુજરાત દિન, ઇન્ટરનેશનલ વર્કર્સ ડે.

મોન્ટ્રિઅલની મોસમની કરવટ બદલાઈ ચુકી છે.

સવાર પડી છે, પક્ષીઓનું વૃંદગાન કર્ણપ્રિય લાગી રહ્યું છે.

ગઈકાલે ધમધમેલું તીવ્ર વાવાઝોડું ધીમું પડીને શમી ગયું છે.

વૃક્ષો પોતાના પર્ણવૈભવ અને પુષ્પવૈભવને સજાવવા થનગની રહયાં છે.

બે ખિસકોલીના પકડદાવનો રમતવૈભવ રંગ જમાવી ચુક્યો છે.

મારા ઘરના બેકયાર્ડમાં પ્રકૃતિમાતાને ખોળે આવો ખેલ ખેલાઈ રહ્યો છે.

સ્પ્રિંગની આ મદહોશ સવારે મારા હાથમાં ગરમાગરમ ચાનો મગ છે.

ચા ની ચુસ્કી સાથે મન વિચારવૈભવના સાનિધ્યમાં જઈને બેસી ગયું છે.

ધીમી ગતિથી ચાલતા હીંચકાનો અવાજ પણ સંગીતના તાલ મેળવી રહ્યો છે.

મારો બેકયાર્ડ એટલે જાણે વાલ્મિકી, સાંદીપની અને વિશ્વામિત્રનો આશ્રમ.

કબાનો એટલે પર્ણકુટીર અને સ્વિમિંગપૂલ એટલે પંપાસરોવર.

પ્રાયન-પ્રિષાનાં રમકડાં જાણે લવ અને કુશનાં ધનુષબાણ.

ત્યાં મારું મન મને જ પ્રશ્ન પૂછી બેઠું, અલ્યા ત્યારે તું કોણ ?

ચા નો છેલ્લો ઘૂંટડો ભરતાં જવાબ જડયો,

આનંદિત, પ્રફુલ્લિત, સદાબહાર પંકજદાંડી !

(પંકજદાંડી)

સત્યનારાયણ

 

સત્યનારાયણ

ભારતવર્ષમાં રાજકારણ સર્વત્ર વ્યાપી વળ્યું છે.

દરેક સમાજમાં સમાજસેવકોની ઉણપ દેખાઈ આવે છે.

રાજકારણી જયારે સમાજસેવક હોવાનો ડોળ કરે,

ત્યારે સામાન્ય નાગરિકે સાવધાન રહેવું જોઈએ.

દેખાડવાના સદગુણોની સાથે છાનીમાની ચાલી આવતી

એમની દુર્ગુણની છાયા આપણને કનડે ખરી.

નમ્રતા દેખાડે તે નમાલો પણ હોય શકે.

અહિંસાની વાતો કરે તે અંદરથી ડરપોક હોય શકે.

નિર્ભય હોય તો અહંકારયુક્ત પણ હોય શકે.

મતભેદને મનભેદમાં ફેરવી શકનાર હોય શકે.

સત્યનિષ્ઠામાં ઘણા બધા દોષોને ઓગાળી દેવાની તાકાત હોય છે.

પરંતુ રાજકારણીઓમાં સત્યનિષ્ઠાનો હંમેશાં અભાવ જોવા મળે છે

દંભરહિત જીવનશૈલી ત્યારે જ શક્ય બને,

જયારે તેમના જીવનમાં સત્યનારાયણની સ્થાપના થાય.

મા ભારતી કારુણ્ય રુદન સાથે પ્રશ્ન કરે છે કે;

લાખોને ખર્ચે ઘરમાં ને ગામમાં સત્યનારાયણની કથા કરાવનારાઓ

પોતાના હૃદયમાં સત્યનારાયણની સ્થાપના કરશે ખરા ?

(પંકજદાંડી)

સંવેદનાની સરવાણી

 

સંવેદનાની સરવાણી

જેના વહાલભર્યા ‘હેલો પંકજ’થી શરૂ થતી

અને પછી એકવચનમાં વહેતી સંવેદનાની સરવાણીએ

મને હંમેશાં અમૃતના ઓડકારનો અનુભવ કરાવ્યો છે,

તે ચાંદનીની લાગણીથી લખાયેલા ‘જય શ્રી કૃષ્ણ’નો

પ્રત્યુત્તર ‘રાધે રાધે’થી આપવામાં

મને મળતો આહલાદક આનંદ શબ્દાતીત છે.

એક તરફ  ગંગા છે – ધવલ ચાંદની

બીજી તરફ યમુના છે – શ્યામ પંકજ

બંને એકબીજામાં ભળે છે.

છતાં પોતાનો રંગ યથાવત રાખે છે.

પણ આ અલગાવ બહુ ચાલતો નથી.

અંતે શ્યામ પણ ધવલને સમર્પિત થઇ જાય છે.

ત્યાં લતા - સરસ્વતીનો લોપ છે.

સંગમ માટે કોક એકનું લોપ હોવું જરૂરી છે.

સરસ્વતીના લોપ અને યમુનાના સમર્પણ પછી

ગંગાની ગંભીરતા વધી જાય છે.

આથી જ એની પવિત્રતામાં રતીભર પણ ઘટાડો થતો નથી.

(પંકજદાંડી)

 

શ્રાવણની સાંજે

 

શ્રાવણની સાંજે

એ દિવસ આજથી પચાસ વરસ પહેલાનો, હજુ યાદ રહ્યો છે.

મોન્ટ્રિઅલમાં મધરાતે પણ મને ઊંઘમાંથી જગાડતો રહ્યો છે.

શ્રાવણની સાંજે દાંડીના દરિયા કિનારે સૂર્ય અસ્ત થઇ રહ્યો છે.

આકાશમાં એક મોટું વાદળ વરસવાની તૈયારી કરી રહ્યું છે.

આથમતો સૂર્ય સ્માઇલિંગ ફેઈસ સાથે ગુડ બાય કહી રહ્યો છે.

સામે પૂર્વનું આકાશ વિશાળ મેઘધનુષ સજાવીને બેઠું છે.

હું અને તું હાથમાં હાથ રાખીને કિનારે મ્હાલી રહયાં છીએ.

ત્યાં તો વીજળીનો ચમકારો થયો ને જોરદાર ગડગડાટી થઇ.

ને તારો હાથ મજબૂતાઈથી મારા હાથ ઉપર વીંટળાય ગયો.

મારો હાથ, તારો હાથ, જાદુની ઝપ્પી ને ઊંડો શ્વાસ લેવાયો.

શ્વેત-શ્યામ સમર્પણ, ગાઢ આલિંગન, પછી મોરનો કેકારવ થયો.

ત્યારે સર્જાયેલી લાગણીના તરંગ એટલે આજની આ કવિતા.

મધરાતે જાગીને ફેસબુકના પેજ પર પોષ્ટ કરેલી આપણી રચના.

(પંકજદાંડી)

શું આ માટે પાકિસ્તાન જવાબદાર છે?

 

શું આ માટે પાકિસ્તાન જવાબદાર છે?

ભારતમાં આંતકવાદ સામેના કાયદાઓ કડક નથી.

બાંગ્લાદેશી ઘૂસણખોરો આસામના મતદારો બની ગયા છે.

ધર્મનિરપેક્ષતા ધીરે ધીરે દેશદ્રોહી બની ગઈ છે.

ન્યાયતંત્ર અતિશય વિલંબપ્રિય બની ગયું છે.

આતંકવાદીને બચાવવા પોલીટીશીયનો પડાપડી કરે છે.

આતંકી ભાઈજાન, હમ શરમીંદા હૈ, તેરે કાતિલ જીંદા હૈ.

મદરસાઓની સંખ્યા ચિંતાજનક હદે વધી છે.

શું આ માટે પાકિસ્તાન કે બાંગલાદેશ જવાબદાર છે ?

ના ના, આ માટે ભારતની લાચાર સરકારો જવાબદાર છે.

પહેલગામના આતંકીઓ પાકિસ્તાની હતા એવું ચિદંબરમ માનતા નથી.

ભારતે એરસ્ટ્રાઇક કરી હતી એ બાબતે કેજરીવાલ શંકાશીલ છે.

‘કિતને રાફેલ ગીરે?’ એવું ભારતના વિપક્ષો પૂછે છે.

પણ બધો જ વાંક પોલિટીશીયનોનો નથી.

નબળી પ્રજાએ જ લાચાર સરકારો આપી છે.

કુવામાં હોય એટલું જ ગંદુ પાણી હવાડામાં પણ આવે.

પોલિટીશીયનો કરતાં પહેલાં પ્રજાએ સુધરવાની જરૂર છે.

(પંકજદાંડી)