Sunday, November 1, 2026

કોણ કોને માર્ગ આપશે

 

કોણ કોને માર્ગ આપશે

ભારતમાં જાતિવાદનાં મૂળિયાં એટલાં મજબૂત છે કે,

તેને ઉખેડીને ફેંકી દેવાનું લગભગ અશક્ય છે.

કહેવાય છે; ‘મોદી હૈ તો મુમકીન હૈ’

પરંતુ આ બાબત,

મોદી માટે પણ ‘મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ.’

એનાં અનિષ્ઠ શંબુકને પૂછો, એકલવ્યને પૂછો, વિદુરને પૂછો.

અને પૂછો જ્યેષ્ઠ કુંતીપુત્ર દાનવીર કર્ણને..

કર્ણ એટલે ભારતીય યુદ્ધ કળાનું પ્રતીક.

કર્ણ હતો એટલે જ અર્જુનને કૃષ્ણની જરૂર પડી.

અને કૃષ્ણ હતા એટલે જ આપણને કૃષ્ણ બોધ મળ્યો.

કૃષ્ણ બોધ એ જ ગીતા બોધ, એ જ ધર્મપુસ્તક.

પરંતુ જાતિવાદ ત્યાં નો ત્યાં ઉભો છે.

છાશવારે ગંદા રાજકારણીઓ એને પાણી પીવડાવતા રહે છે.

જો મોદી OBC તો સીતા, દ્રૌપદી, વાલ્મિકી, વ્યાસ વગેરે કોણ ??

 વળી હવે તો ‘અનામત’ પણ ‘અમાનત’ બની ગઈ છે.

કોણ કોને માર્ગ આપશે ???

(પંકજદાંડી)

 

 

No comments:

Post a Comment