તારો જિંદગીના સાડા છ દાયકાનો પ્રવાસ કેવો રહ્યો,
તેને ‘કવિતા’
સ્વરૂપે સમરાઈઝ કરું છું.
આ પ્રવાસ ક્યારેક સ્મૂધ તો ક્યારેક ઉખડબાખડ રહ્યો.
ક્યારેક કાનુડાના મોરપીંછ સરીખી સુંવાળપ,
તો ક્યારેક બાવળ-બોરડીના રાવણછાપ કાંટા સહ્યા.
સ્નેહ, તિરસ્કાર, સબંધો, શંકાઓ, અધૂરપ, અકળામણ,
સવાલો, સમસ્યાઓ, શરમ, સંકોચ, સગવડ, અગવડ, ઈર્ષ્યા, શ્રદ્ધા,
સફળતા, નિષ્ફળતામાંથી
પસાર થવાનો તેં
જીવંત અનુભવ કર્યો.
સ્કૂલના ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ ગ્રુપ ફોટોથી શરુ કરીને,
આઈફોનના ‘રંગીન’ લાઈવ ચેટ સુધીના પ્રવાસમાં;
સમયને, સંબંધોને, સ્નેહીઓને, સહેલીઓને
તેં બદલાતાં
જોયાં છે.
એક એક ધોળો વાળ તારી સમજદારી વધારતો જાય છે,
પરંતુ જવાબદારીઓ ઘટવાનું નામ લેતી નથી.
આ સમસ્યા તારી એકલીની નથી.
પૃથ્વી પર દરેક જીવ સમસ્યાઓ સાથે જ જીવતો હોય છે.
હવે પછીનું તારું રતિલાલભાઈ સાથેનું દાંપત્ય જીવન,
દીકરા, વહુ, દીકરી અને પૌત્ર-પૌત્રી સાથેના
સ્નેહભર્યું કૌટુંબિક જીવન,
સામાજિક, શારીરિક કે અન્ય
સમસ્યાઓનું સમાધાન શોધીને,
સુખ-શાંતિ
ભર્યું અને
સ્વાસ્થ્યમય બની રહો એવી શુભેચ્છાઓ સાથે,
હેપ્પી બર્થ ડે !
(પંકજદાંડી)
સરસ !
ReplyDelete