Sunday, November 1, 2026

કુદરત

 

કુદરત

મારા ઘરનાં આંગણામાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં છે,

પણ આ ફૂલોની સરસ સુગંધને કોઈ રંગ નથી.

ઘરની બાજુમાંથી જ ખળખળ કરતું ઝરણું વહે છે,

પરંતુ ઝરણાંના એ અવાજને કોઈ ભાષા નથી.

પંખી રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરે છે,

પણ તેમની પાસે વેલીડ વિઝા નથી.

મારી પ્રણય કવિતાઓ પાસે રૂપાળી નાયિકા છે,

પરંતુ તેમાં લય, છંદ, રાગ, સુર, તાલ, મેળ નથી.

તેને મારા હૃદયનો રોમેન્ટિક રંગ તો ગમે છે,

પરંતુ મારી ચામડીનો વાન ભીનો લાગે છે.

આ બધામાં જ કશુંક ને કશુંક ખૂટે છે,

છતાં કશુંય રોકાતું નથી.

રોજ સવારે એના ‘જય શ્રી કૃષ્ણને’

મારા ‘રાધે રાધે’નો ઉત્તર મળી જ રહે છે.

આ તમામ જે શક્તિને આધીન છે,

તેને હું કુદરત કહું છું

(પંકજદાંડી)

1 comment: