Sunday, November 1, 2026

ભારતીયો આને જ ભારત માતા કહે છે

 

ભારતીયો આને જ ભારત માતા કહે છે.

મારા કોંગ્રસી, ડાબેરી અને રેશનલ મિત્રોને,

આર.એસ.એસ. જેવાં હિન્દુ સંગઠન સામે ભારે ચીઢ છે.

મારા ભા.જ.પી. મિત્રોને તમામ હિન્દુ સંગઠનો તરફ,

ભારે લગાવ રહ્યો છે.

એમનો ઝગડો ‘આર.એસ.એસ.ની જરુરીયાત છે કે નહીં’ તેનો છે.

હું સ્પષ્ટપણે માનું છું કે; જરૂરિયાત છે, છે અને છે જ.

ભારતની પ્રજા ક્યાં તો વ્યક્તિપૂજક છે, ક્યાં તો વ્યક્તિ ધિક્કારક છે.

આઝાદીની લડતમાં ગાંધી અને સાવરકરે જે દુઃખો વેઠયાં

તેના હજારમા ભાગનું દુઃખ પણ જેણે વેઠયું નથી,

તે આ બે માંથી એકને ધિક્કારે છે.

નબળી હિન્દુ પ્રજાને એક કરવા માટે,

ભાજપ મુસ્લિમ ભય બતાવી વોટ મેળવી જાય છે.

એમની રાષ્ટ્રીયતા મુસ્લિમ દ્વેષમાં સમાઈ જાય છે.

હિંદુઓને નીચા ચીતરવાનું કામ કરીને કોંગ્રેસ, ટીએમસી

અને ડાબેરીઓ રાજસત્તાનો રોટલો ખાતા રહે છે.

ભારતીયો આને જ ભારત માતા કહે છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment