બ્રોડમાઇન્ડેડ
શુભ-અશુભ, સારું-નરસું, પાપ-પુણ્ય
લગભગ સમાંતરે ચાલે છે.
યુગ, મનુષ્ય, કાળ અને કુદરતને પણ આ
નિયમ લાગુ પડે છે.
ટેસ્ટટ્યુબ બેબી તથા સરોગેટ મધર જેવા શબ્દો સાંભળી
આધુનિક સમયનો રૂઢિચુસ્ત સમાજ નાકનાં ટેરવાં ચડાવે છે.
પણ આપણાં પૌરાણિક શાસ્ત્રો શું કહે છે ?
કુંતિના પાંચ પુત્રોના પિતા,પાંડુ
નથી.
ગાંધારીના સો પુત્રોના ઘીના ઘડામાં
ડેવપલ થયા.
પાંડુ, ધૃતરાષ્ટ્ર, વિદુર
ત્રણે વેદવ્યાસના નિયોગી પુત્રો હતા.
જ્યેષ્ઠ કુંતીપુત્ર કર્ણ, લગ્ન
પહેલાં જન્મી શુદ્રને ઘરે ઉછર્યો.
દાસીપુત્ર યુયુત્સુના પિતા ધૃતરાષ્ટ્ર હતા.
સીતા, દ્રૌપદી
અને શિખંડીની માતાનું નામ,
સરનામું ક્યાં મળે ?
અરે આપણો કાનુડો પણ જેલમાં જન્મીને નંદ-જશોદાને ઘરે ઉછર્યો.
પાર્વતીપુત્ર ગણેશ તો હાથના મેલમાંથી પેદા થયેલા.
શિરચ્છેદ પછી હાથીનું મસ્તક મેળવી ગજાનન બનેલા.
આમ સાબિત કરી શકાય કે,
પુરાણ કાળના લોકો વર્તમાન કરતાં વધુ ‘બ્રોડમાઇન્ડેડ’ હતા.
(પંકજદાંડી)
No comments:
Post a Comment