Sunday, November 1, 2026

પોઝિટિવિટીનાં દર્શન

 

પોઝિટિવિટીનાં દર્શન

વાલ્મિકીજીએ રામને ‘સત્યપ્રતિજ્ઞ’ ગણાવ્યા હતા.

આથી રામાયણયુગમાં ‘સત્ય’ શબ્દ પ્રભાવશાળી બન્યો.

વ્યાસજીના કૃષ્ણ ‘ધર્મની સંસ્થાપના’ માટે મથ્યા.

આથી મહાભારતમાં ‘ધર્મ’ શબ્દ કેન્દ્રસ્થાને રહ્યો.

બુધ્ધની ‘કરુણા’નો પ્રભાવ લોકમાનસ પર પથરાયો.

મહાવીરની ‘અહિંસા’ ને લોકોએ હર્ષથી સ્વીકારી.

ગાંધીજીના ‘સત્યાગ્રહ’ શબ્દે ચમત્કાર સર્જ્યો.

યોગી-મોદીનું ‘હિન્દુત્વ’ હાલમાં હેડલાઈન બન્યું છે.

સત્ય, ધર્મ, કરુણા, અહિંસા, સત્યાગ્રહ અને હિન્દુત્વ

આ છ એ છ શબ્દોમાં પોઝીટીવીટી છે.

આઝાદી પછી સરકારોએ કેટલાક શબ્દો આપ્યા;

સમાજવાદ, સેક્યુલરિઝમ, ગરીબી, બેકારી, મોંઘવારી,

કટોકટી, સેન્સરશીપ, ભ્રષ્ટાચાર, લાંચ, પક્ષપલટો,

‘હિન્દુ કોડ બિલ’ અને હવે ‘જાતિ આધારિત જનગણના’

આમાં ક્યાંય પોઝિટિવિટીનાં દર્શન શક્ય ખરાં ?

(પંકજદાંડી)

No comments:

Post a Comment