સદાબહાર પંકજદાંડી
આજે પહેલી મે, ગુજરાત દિન, ઇન્ટરનેશનલ
વર્કર્સ ડે.
મોન્ટ્રિઅલની મોસમની કરવટ બદલાઈ ચુકી
છે.
સવાર પડી છે, પક્ષીઓનું વૃંદગાન કર્ણપ્રિય લાગી રહ્યું છે.
ગઈકાલે ધમધમેલું તીવ્ર વાવાઝોડું ધીમું
પડીને શમી ગયું છે.
વૃક્ષો પોતાના પર્ણવૈભવ અને
પુષ્પવૈભવને સજાવવા થનગની રહયાં છે.
બે ખિસકોલીના પકડદાવનો રમતવૈભવ રંગ
જમાવી ચુક્યો છે.
મારા ઘરના બેકયાર્ડમાં પ્રકૃતિમાતાને
ખોળે આવો ખેલ ખેલાઈ રહ્યો છે.
સ્પ્રિંગની આ મદહોશ સવારે મારા હાથમાં
ગરમાગરમ ચાનો મગ છે.
ચા ની ચુસ્કી સાથે મન વિચારવૈભવના
સાનિધ્યમાં જઈને બેસી ગયું છે.
ધીમી ગતિથી ચાલતા હીંચકાનો અવાજ પણ
સંગીતના તાલ મેળવી રહ્યો છે.
મારો બેકયાર્ડ એટલે જાણે વાલ્મિકી, સાંદીપની અને વિશ્વામિત્રનો આશ્રમ.
કબાનો એટલે પર્ણકુટીર અને સ્વિમિંગપૂલ
એટલે પંપાસરોવર.
પ્રાયન-પ્રિષાનાં રમકડાં જાણે લવ અને
કુશનાં ધનુષબાણ.
ત્યાં મારું મન મને જ પ્રશ્ન પૂછી
બેઠું, અલ્યા ત્યારે તું કોણ ?
ચા નો છેલ્લો ઘૂંટડો ભરતાં જવાબ જડયો,
આનંદિત, પ્રફુલ્લિત, સદાબહાર પંકજદાંડી !
(પંકજદાંડી)
No comments:
Post a Comment