Sunday, November 1, 2026

સંવેદનાની સરવાણી

 

સંવેદનાની સરવાણી

જેના વહાલભર્યા ‘હેલો પંકજ’થી શરૂ થતી

અને પછી એકવચનમાં વહેતી સંવેદનાની સરવાણીએ

મને હંમેશાં અમૃતના ઓડકારનો અનુભવ કરાવ્યો છે,

તે ચાંદનીની લાગણીથી લખાયેલા ‘જય શ્રી કૃષ્ણ’નો

પ્રત્યુત્તર ‘રાધે રાધે’થી આપવામાં

મને મળતો આહલાદક આનંદ શબ્દાતીત છે.

એક તરફ  ગંગા છે – ધવલ ચાંદની

બીજી તરફ યમુના છે – શ્યામ પંકજ

બંને એકબીજામાં ભળે છે.

છતાં પોતાનો રંગ યથાવત રાખે છે.

પણ આ અલગાવ બહુ ચાલતો નથી.

અંતે શ્યામ પણ ધવલને સમર્પિત થઇ જાય છે.

ત્યાં લતા - સરસ્વતીનો લોપ છે.

સંગમ માટે કોક એકનું લોપ હોવું જરૂરી છે.

સરસ્વતીના લોપ અને યમુનાના સમર્પણ પછી

ગંગાની ગંભીરતા વધી જાય છે.

આથી જ એની પવિત્રતામાં રતીભર પણ ઘટાડો થતો નથી.

(પંકજદાંડી)

 

No comments:

Post a Comment