Sunday, November 1, 2026

છુપાયેલી યાદોનો ઉઘાડ

 

છુપાયેલી યાદોનો ઉઘાડ

મને હંમેશાં આકર્ષણ રહ્યું છે,

દાંડીના ચોમાસાનું અને મોન્ટ્રિઅલના લાઈટ સ્નો ફોલનું.

દાંડીમાં ઘરના ઓટલા પર બેસીને

‘ઇવનિંગ-ટી’ વેળા વરસાદની ઝડીને માણવાનું.

મોન્ટ્રિઅલમાં ડ્રોઈંગરૂમમાંથી ‘ગુડમોર્નિંગ-ટી’ સાથે

બહાર થતા લાઈટ સ્નો ફોલને નિહાળવાનું.

આ બંને સંજોગોમાં

હૃદયના ડાબા ખૂણે સાચવીને મુકેલો

એક સંબંધ યાદ આવી જાય છે.

ભલે આકાશ ઘેરાયેલું હોય પણ,

મન છુપાયેલી યાદોનો ઉઘાડ લઈને ખુલી જાય છે.

નજરે ન ચડતા સૂર્યની સાક્ષીએ ચાંદનીની યાદ ઉભરાય જાય છે

એક નવી પ્રણય કવિતા લખાઈને ફેસબુક પર પોષ્ટ થઇ જાય છે.

ને બીજી જ મિનિટે ચાંદનીની ખાનગી લાઈક વોટ્સએપ પર મળી જાય છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment