Sunday, November 1, 2026

આસ્તિક નાસ્તિક

 

આસ્તિક નાસ્તિક

આમ તો હું આસ્તિક માણસ છું.

ભગવાન અને પુનર્જન્મમાં પણ વિશ્વાસ ધરાવું છું.

પરંતુ ક્યારેક ક્યારેક મને નાસ્તિકતાનો આફરો ચઢે છે.

નાસ્તિક મનુષ્યને અધાર્મિક ગણવાનું મને પસંદ નથી.

કોણ સારો, સત્યવાદી નાસ્તિક કે અસત્યવાદી આસ્તિક ?

આસ્તિક અને નાસ્તિક બન્નેનાં ઝનૂન

માનવતાને હાનિ પહોચાડનારાં છે.

અપ્રમાણિક રેશનાલીસ્ટ પણ નિંદનીય છે.

તેમને ધ્યાન અને પ્રાણાયમમાં પણ ધર્મ દેખાય છે.

જ્યાં પણ ધર્મ દેખાય તેનો તેઓ વિરોધ કરે છે.

બુધ્ધ અને મહાવીર નિરીશ્વરવાદી હતા.

બુધ્ધની કરુણા અને મહાવીરની અહિંસા જ ઈશ્વર છે.

મને તો ગાંધીમાં, મોદીમાં, ધોનીમાં, શેફાલી વર્મામાં,

શિક્ષકોમાં, લેખકોમાં, સૈનિકોમાં, વૈજ્ઞાનિકોમાં, એન્જીનીયરોમાં,

ડોક્ટરોમાં, નર્સોમાં, સફાઈકર્મીઓમાં, સમાજસેવકોમાં

 શક્તિસ્વરૂપ ભગવાન દેખાય છે.

આથી જ, મને મારા ભગવાન સુધી પહોંચવામાં

કોઈ દલાલની જરૂર જણાતી નથી.

(પંકજદાંડી)

1 comment: