ચાલો યાદ કરીએ,
નવસારી કાંઠાના એવા સાહસિકોને,
જેઓ વીસમી સદીના સાતમા દાયકાની શરૂઆતમાં
સાહસનો ખેલ ખેલીને
કેનેડાની ધરતી પર પહોંચી ગયા,
અને પ્રવાસી ભારતીયમાંથી
કેનેડિયન સીટીઝન બની ગયા.
એવા સાહસવીરોને
જેઓ મટવાડના મોચીના હાથે સીવેલા જોડા
પહેરીને,
કેનેડાની કડકડતી ઠંડીમાં
ફ્રોઝન થઇ જવાના ડરને ખીસામાં રાખીને
ગૌરવભેર જીવિત રહ્યા.
જેમણે કાંઠાની ઇકોનોમીને ડોલરનો બુસ્ટર
ડોઝ આપ્યો.
જેમણે અનેક ફેમિલીના સ્ટેટસને ‘હિમાલયન હાઈટ્સ’ આપી.
એસટી બસના મુસાફરોને ઈંટરનેશનલ ફ્લાઇટપેસેંજરમાં
કન્વર્ટ કર્યા.
ગામમાં ‘રમી ખાતા ઝીરો’ને
કેનેડામાં ‘કમાઈ ખાતા હીરો’ બનાવ્યા.
વતનના લોકોની પ્રગતિ માટે વિદેશની ધરતી
પર ઝઝૂમ્યા.
હવે એમાંનાં કેટલાક
આ ધરતીને સદાયને માટે છોડીને જતા રહ્યા
છે ત્યારે,
એ તમામને હૃદયપૂર્વકના
પ્રણામ સાથે, ચાલો યાદ કરીએ.
(પંકજદાંડી)
No comments:
Post a Comment