જ્યોત
છઠ્ઠી એપ્રિલ 1930ની વહેલી પ્રભાતે દાંડીના દરિયા કિનારે,
મહાત્મા ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડયું
અને સરોજિની નાયડુના મુખમાંથી ઉદગાર સરી પડયા:
“ધન્ય હે મુક્તિદાતા” !
છઠ્ઠી એપ્રિલ 1975ની રાત્રિના પ્રથમ
પહોરમાં દાંડી ગામમાં,
એક વરરાજાએ એક સૌભાગ્યકાંક્ષીણીના સૌભાગ્યનું સિંદૂર પૂર્યું.
અને અમે સહાઘ્યાયીઓએ શુભેચ્છા પાઠવી:
“પ્રેમનું બંધાયેલું બંધન રહે, શ્વાસે
શ્વાસે વિશ્વાસ રહે,
પગલે પગલે પ્યાર વધે, જીવનભર સાથ રહે
દુઃખની દષ્ટિ પણ ન પડે, સુખનો વૈભવ સાથ મળે.”
છઠ્ઠી એપ્રિલ 2025ના દિવસે કેનેડાના મોન્ટ્રિઅલથી
આપના લગ્નની સુવર્ણજયંતિ પ્રસંગે શુભેચ્છા આવે:
“આપની જોડીમાં જે પ્રેમ અને સમર્પણ છે,
એમાં સાચા સ્નેહની સુવાસ દેખાય છે.
આપના પવિત્ર સંબંધોની યાત્રા હંમેશાં ખુશનુમા રહે.”
VMD ગ્રુપ પણ શું કામ પાછળ રહે?
“શાદીકી સાલગીરા પર દુઆ હમારી યહી હો,
એ અતૂટ રિસ્તા જનમ જનમ તક
ગહરા હો,
ના કભી રૂઠે આપ, ના કભી રૂઠે વો,
થોડી નોંક ઝોંક ઔર ઢેર સારા પ્યાર હો.”
nice
ReplyDeleteસરસ !
ReplyDelete