અજનબી
લવ અને ફૂડ બંનેમાં એક બાબત કોમન છે,
બંનેની અતિશયોક્તિથી ઉલટી થઇ શકે.
મારી પ્રેમકવિતાઓથી પ્રેમની મીઠાશ વધી હોય શકે,
પણ અતિશયોક્તિથી પ્રેમનો ડાયાબિટીસ પણ થઇ
શકે.
ચાલ આપણે
થોડા સમય માટે પ્રણયનો પ્રાણાયામ કરીએ.
ને પછી એ જ પ્રાણાયામ
હુંફાળા સબંધોનો વ્યાયામ બનશે
જો આપણામાં માલિકભાવ પ્રગટશે તો તે,
સંબંધોને લૂણો લગાડવાનું કામ કરશે.
આપણા સારા સંબંધોના શ્વાસ ખૂટવા લાગશે.
ચાલ આપણે બંને સારાં માણસો બનીએ,
હું સારો દોસ્ત બનું, તું
પણ એવું જ કર.
ચાલ એકવાર ફરીથી અજનબી બની જઈએ આપણે
પણ જીવનપ્રીતની છુપી રીતને ચાલુ રાખીએ આપણે
તારે ‘જય શ્રી કૃષ્ણ’ થી મારી સવારને સજાવવાની રહેશે,
‘રાધે રાધે’ વાળો
પંકજ પ્રત્યુત્તર નિરંતર રાખવાનું મને પણ ગમશે.
(પંકજદાંડી)
No comments:
Post a Comment