Sunday, November 1, 2026

આપણે જ હિન્દુસ્તાનને બચાવવાનું છે

 

આપણે જ હિન્દુસ્તાનને બચાવવાનું છે

પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારત

 પાકિસ્તાન ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરે કે ન કરે તો પણ,

હિન્દુસ્તાન ઉપર આક્રમણ થશે એ વાત નક્કી છે.

ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે નેપાળ એ હજુ નક્કી નથી.

માઓવાદ, નક્સલવાદ, ખાલિસ્તાન, દ્રવિડીસ્તાન

જેવાં આંતરિક આક્રમણ પણ થઇ શકે.

વક્ફ અને કોમન સિવિલ કોડ ગૃહયુધ્ધ તરફ પણ દોરી જઈ શકે.

આમ તો હિન્દુસ્તાન સાબદું છે,

પણ લશ્કર પાસે શસ્ત્ર સરંજામની કમી છે.

જૂનાં પુરાણાં ફાઈટર જેટ છે. 36 રાફેલ પૂરતાં નથી.

તેજસના તેજને અમેરિકાની અવળચંડાઈ આભડી ગઈ છે.

મિત્ર રશિયા યુકેનમાં અટવાયું છે, અને ઇઝરાયેલ ગાઝામાં બીઝી છે.

તોપ, ટેન્ક, બંદુકો અને દારૂગોળાના ઓર્ડરો અધૂરા છે.

અગ્નિવીરને મુદ્દે રાહુલનો રંજાડ ચાલુ છે.

હુમલાખોર તો વ્યવસ્થિત તૈયારી કરીને આવવાનો છે.

દુનિયાનો ઈરાદો હિન્દુસ્તાનને વિભાજીત કરવાનો છે.

હવે આપણે જ હિન્દુસ્તાનને બચાવવાનું છે.

(પંકજદાંડી)

No comments:

Post a Comment