Sunday, November 1, 2026

સત્યનારાયણ

 

સત્યનારાયણ

ભારતવર્ષમાં રાજકારણ સર્વત્ર વ્યાપી વળ્યું છે.

દરેક સમાજમાં સમાજસેવકોની ઉણપ દેખાઈ આવે છે.

રાજકારણી જયારે સમાજસેવક હોવાનો ડોળ કરે,

ત્યારે સામાન્ય નાગરિકે સાવધાન રહેવું જોઈએ.

દેખાડવાના સદગુણોની સાથે છાનીમાની ચાલી આવતી

એમની દુર્ગુણની છાયા આપણને કનડે ખરી.

નમ્રતા દેખાડે તે નમાલો પણ હોય શકે.

અહિંસાની વાતો કરે તે અંદરથી ડરપોક હોય શકે.

નિર્ભય હોય તો અહંકારયુક્ત પણ હોય શકે.

મતભેદને મનભેદમાં ફેરવી શકનાર હોય શકે.

સત્યનિષ્ઠામાં ઘણા બધા દોષોને ઓગાળી દેવાની તાકાત હોય છે.

પરંતુ રાજકારણીઓમાં સત્યનિષ્ઠાનો હંમેશાં અભાવ જોવા મળે છે

દંભરહિત જીવનશૈલી ત્યારે જ શક્ય બને,

જયારે તેમના જીવનમાં સત્યનારાયણની સ્થાપના થાય.

મા ભારતી કારુણ્ય રુદન સાથે પ્રશ્ન કરે છે કે;

લાખોને ખર્ચે ઘરમાં ને ગામમાં સત્યનારાયણની કથા કરાવનારાઓ

પોતાના હૃદયમાં સત્યનારાયણની સ્થાપના કરશે ખરા ?

(પંકજદાંડી)

No comments:

Post a Comment