ભાષા અને જ્ઞાન
ભારતવર્ષમાં જ્ઞાન બ્રાહ્મણોની જનોઈ
સાથે ગંઠાયેલું રહ્યું.
શ્લોક સ્વરૂપે સંસ્કૃત ભાષામાં
સંતાડાયેલું રહ્યું.
વર્ણપ્રથાની ટોચ જ્ઞાનથી સંચિત અને
બાકીના વંચિત.
સંસ્કૃત ન જાણનારા ત્રણ વર્ણના કરોડો
લોકો,
ગીતા અને ઉપનિષદોના વિચારવૈભવથી અલિપ્ત
રહી ગયા.
આથી જ ગરીબી અને નિરક્ષરતા વચ્ચે કાયમી
મૈત્રી બની રહી.
જ્ઞાનને પાંડિત્યની કેદમાંથી મુક્ત
કરવાનું કામ તુલસીદાસે,
રામચરિતમાનસ અવધિ ભાષામાં લખીને
કર્યું.
બુધ્ધ અને મહાવીરે પાલી અને
અર્ધમાગધીના માધ્યમથી કર્યું.
પરંતુ સાચું અને વ્યવહારુ જ્ઞાન
ગુલામી કાળમાં અંગ્રેજીના માધ્યમથી
મળ્યું.
સંસ્કૃતમાં વેદ, ગીતા, ઉપનિષદને
આધારે મોક્ષની વાતો થઇ.
પરંતુ વહેમ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતામાં સમાજ સડતો રહ્યો.
સંસ્કૃતે જ્ઞાન સંતાડયું, આથી તે લોકભોગ્ય ન બની.
અંગ્રેજીએ જ્ઞાન વહેંચ્યું, આથી તે વિશ્વભાષા બનીને ઉભરી આવી.
આ આપણને ન ગમે તેવી કડવી વાસ્તવિકતા
છે.
(પંકજદાંડી)
સમગ્ર ભારતદેશમાં પ્રાથમિકથી લઈને
યુનિવર્સીટી સુધીનું શિક્ષણ હવે અંગ્રેજી માધ્યમ તરફ વળી ગયું છે. માતૃભાષામાં
શિક્ષણ એ હવે માત્ર કાગળ ઉપર રહી ગયેલો વિચાર છે. આવતી સદીમાં ભારત ફરીથી ઇન્ડિયા
બની જશે. એની તમામ ભાષાઓ નામશેષ થઇ જશે. સાથે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ પણ
ખતરામાં આવી જશે એવું લાગી રહ્યું છે. આપણી નજર સામે થઇ રહેલા આ પરિવર્તનના મૂળ
સુધી જવાનો મારો પ્રયત્ન આજની રચનામાં દેખાશે.
No comments:
Post a Comment